યુસુફ પઠાણના નિર્ણયથી ભારતીયોમાં રોષ :
સોશિયલ મીડિયા પર કોમેન્ટોનો મારો ચલાવી લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે :
( પ્રતિનિધિ )વડોદરા, તા.19
ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર વડોદરાના યુસુફ પઠાણનો પણ સમાવેશ કર્યો છે, પરંતુ યુસુફ પઠાણે ડેલિગેશન સાથે જવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણયથી ભારતીયોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સોશિયલ મીડિયા પર કોમેન્ટોનો મારો ચલાવી ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

નવી યોજના હેઠળ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને ઉઘાડું પાડવાની ભારતે તૈયારી કરી છે. ભારત સરકાર વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ ના સંદેશને મજબૂત બનાવવા માટે આ મહિનાના અંતમાં મુખ્ય ભાગીદાર દેશોમાં સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલશે. ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે અનેક દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય લીધો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પણ સામેલ કર્યા છે, પરંતુ યુસુફ પઠાણે આ ડેલિગેશન સાથે જવાનો ઇનકાર કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે, યુસુફ પઠાણ કે પાર્ટીના અન્ય કોઈ સાંસદ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેશે નહીં. આ પ્રતિનિધિમંડળ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં જશે. સરકારે સાંસદોના પ્રતિનિધિમંડળમાં યુસુફ પઠાણનો સમાવેશ કર્યો હતો. યુસુફ પઠાણે ભારત સરકારને જાણ કરી છે કે તેઓ આ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે નહીં. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, યુસુફ પઠાણ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિદેશ પ્રવાસ પર જઈ રહેલા સાંસદોના જૂથનો ભાગ રહેશે નહીં. સૂત્રો કહે છે કે ભારત સરકારે સીધો સાંસદ યુસુફ પઠાણનો સંપર્ક કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આનાથી નારાજ ટીએમસીએ યુસુફને સરકારને ના પાડવા કહ્યું હશે. સાંસદોના પ્રતિનિધિમંડળમાં યુસુફ પઠાણનું નામ સામેલ કરવા પહેલાં ટીએમસી સાથે કોઈ વાતચીત થઈ ન હતી. ભારત સરકારે યુસુફ પઠાણનો સીધો સંપર્ક કર્યો હતો અને હવે પઠાણે ભારત સરકારને જાણ કરી છે કે તેઓ પ્રતિનિધિમંડળ સાથે વિદેશ જવા માટે ઉપલબ્ધ રહેશે નહીં.