Charotar

નડિયાદ ગ્રામ્ય પોલીસે શંકાના આધારે વૃદ્ધ મહિલાને ઉઠાવી માર માર્યો


મકાન માલિકે ઘરમાં તપાસ કર્યા વિના જ કામ કરતી વૃદ્ધા પર ચોરીનો આક્ષેપ કર્યા બાદ પોલીસની દાંડાઈ
* ચોરીના આક્ષેપોથી હેબતાઈ ગયેલી વૃદ્ધાએ ઝેરી દવા ગટગટાવતા હાલ સારવાર હેઠળ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.18
નડિયાદમાં ચકલાસી ભાગોળ નજીક રહેતા એક 55 વર્ષીય મહિલા પર તેઓ જે ઘરમાં કચરા પોતા સહિતનું કામ કરતા હતા, તે મકાન માલિક ચોરીનો આક્ષેપ મૂક્યો હતો. મકાન માલિકે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી અને બાદમાં પોલીસે કંઈ પણ ચકાસ્યા વિના સીધી જ મહિલાને ઉઠાવી પોલીસ મથકે લાવી માર્યો હતો અને ચોરી કબૂલી લેવા માટે દબાણ કર્યું હતું. જોકે આ વચ્ચે જે મુદ્દા માલની ચોરી થયાનો આક્ષેપ કર્યો હતો તે મુદ્દા માલ જે તે મકાનમાલિક ના ઘરમાં જ મળી આવ્યો હતો. આબાદ પોલીસ વૃદ્ધ મહિલા ને ઘરે મૂકી આવી હતી અને ઘરે મૂકીને પણ તેની સાથે ખોટો વ્યવહાર કરી અને માર માર્યો હતો. ચોરીના આક્ષેપથી હેબતાઈ ગયેલી વૃદ્ધાએ ઝેરી દવા ગટગટાવી હતી જોકે પરિવારજનોએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં પહોંચાડતા હાલ વૃદ્ધા સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ નડિયાદ ચકલાજી ભાગોળ પાસે ભગત બાગમાં રહેતા લુહાર પરિવારના 55 વૃદ્ધ મહિલા પીપલગ રોડ પર આવેલા ફ્લેટમાં એક મકાનમાં કચરા પોતું સહિત ઘરકામ કરવા માટે જતા હતા. ગઈકાલે આ મકાન માલિકે અચાનક ઘરમાં તપાસ કર્યા વિના જ ગ્રામ્ય પોલીસ મથકે પોતાના ઘરમાં કામ કરતી મહિલાએ ચોરી કરી હોવાની જાણ કરી હતી. આ પછી ગ્રામ્ય પોલીસે કોઈપણ જાતની તપાસ કે પૂછપરછ કર્યા વગર જ ચકલાસી ભાગોળ ખાતે રહેતી 55 વર્ષીય મહિલાને નોટિસ કે કંઈ કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય જ તપાસના નામે ઉઠાવી લીધી હતી. આ વૃદ્ધ મહિલા ને ગ્રામ્ય પોલીસ મથકે લઈ જઈ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ચોરી કબૂલી લેવા માટે દબાણ કરી અને માર માર્યો હોવા આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. મહિલાએ વારંવાર કાકલુદી કરી હતી અને પોતે આવી કોઈ પણ ચોરી ન કરી હોવાનું જણાવી રહી હતી. પોલીસ કર્મચારીઓએ મહિલાને ઉપરા છાપરી લાફા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ વચ્ચે ચોરીના આક્ષેપ કરનાર મકાન માલિકોએ ઘરમાં પુનઃ તપાસ કરતા તેમણે તમામ મુદ્દા માલ ઘરમાં જ હોવાનું માલુમ પડ્યું હતું. તે પછી પોલીસ મોડી રાત્રે અચાનક મહિલાને તેના ઘરે મૂકવા પહોંચી હતી. તેમજ ઘરે મુકતા સમયે પણ મહિલા કોન્સ્ટેબલ દ્વારા આ વૃદ્ધા પર હાથ ચાલાકી કરાઈ હતી અને દબાણ કરાયું હતું. તે બાદ મોડી રાતે જ ચોરીના આક્ષેપથી હેબતાઈ ગયેલી વૃદ્ધ મહિલા એમ ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ પરિવારજનોએ મહિલાને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી હતી. કે ત્યાં પણ સારવાર થઈ શકે તેમનો હોવાથી બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ક્યાં હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. ત્યારે રાક્ષસી ખાખીએ એક વૃદ્ધ અશક્ત મહિલા ને પગમાં અને મોના ભાગે સોળ પડી જાય તે મુજબ માર માર્યો છે અને હવે સમગ્ર મામલે પરિવારને દબાણમાં લાવવા માટે પણ પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ માંગણી કરી છે.

Most Popular

To Top