હાલોલ: હાલોલ શહેરની મધ્યમાં આવેલી સરકારી પોલીટેકનીક ખાતે ધોરણ 10 અને ITI વિદ્યાર્થીઓના પ્રવેશ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.
હાલોલ શહેરના મધ્યમાં આવેલી કંજરી રોડ પર મામલતદાર કચેરીની પાછળ સરકારી પોલીટેકનિક ખાતે આગામી તારીખ 20 મે મંગળવારના રોજ બપોરે 12:30 કલાકે એક દિવસીય માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન સરકારી પોલીટેકનીક કોલેજ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10 પછી પ્રથમ વર્ષ અને આઈ.ટી.આઈ (ITI)ના કોર્સ પછી બીજા વર્ષમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન શિબિરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા અંગેની સંપૂર્ણ માહિતી અને સમજ આપવામાં આવશે જેને લઈને રસ ધરાવતા વ્યક્તિઓએ આ એક દિવસીય માર્ગદર્શન કાર્યક્રમનો લાભ લેવા સરકારી પોલીટેકનિક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જ્યારે સરકારી પોલીટેકનિક હાલોલ ખાતે ACPDC હેલ્પ સેન્ટરમાં ડીપ્લોમા એન્જીનિયરીંગના ઓનલાઇન ફોર્મ ભરવા માટે વિના મુલ્યે કોમ્પુટર, ઇન્ટરનેટ અને પ્રિન્ટરની સેવા આપવામાં આવે છે જેમાં સરકારી પોલિટેકનિક હાલોલનો નિષ્ણાત સ્ટાફ ફોર્મ ભરતી વખતે હેલ્પ સેન્ટર ખાતે હાજર રહી સંપૂર્ણ માર્ગદર્શન આપી ફોર્મ ભરી આપવાની સેવા પૂરી પાડે છે.