હાલોલ: પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે 10 વર્ષ જૂના પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સલતાન ઉર્ફે સરતન ઉર્ફે સતીષ જંદુભાઇ રાઠવાને હાલોલની મઘાસર GIDC વિસ્તારમાંથી પકડી પાડ્યો છે.
પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સપેક્ટર આર.એ. પટેલના નેતૃત્વમાં પો.સ.ઇ. ડી.જી. વહોનીયા અને તેમની ટીમે બાતમીના આધારે આ સફળતા મેળવી હતી.
છોટાઉદેપુર જિલ્લાના કોલીયાથારના રહેવાસી આરોપી સામે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં 2015માં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 66(બી) અને 81 હેઠળ ગુનો નોંધાયેલો હતો. પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.