Vadodara

વડોદરા : પ્રિયલક્ષ્મી મિલના ગરનાળામાં વન્યજીવ શાહુડી આવી ચડી,લોકોમાં કુતુહલ

ત્રણ પૈકી એકનું ખાનગી સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

શહેરના પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં મોડીરાત્રે ત્રણ જેટલી વન્ય જીવ શાહુડી દેખાતા સ્થાનિક લોકો દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જેથી સંસ્થાના પ્રમુખ સહિત વોલીએન્ટર અને વનવિભાગના રેસ્ક્યુઅર સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં ભારે જહેમત બાદ એક શાહુડીના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બે શાહુડી પકડાઈ ન હતી.

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરો અને નદીની કોતરોમાં શાહુડી સહિતના વન્યજીવો વસવાટ કરે છે. જે ઘણી વખત રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે. અગાઉ દાંડિયા બજાર વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં શાહુડી આવી ગઈ હતી. જેને ખાનગી એનજીઓ દ્વારા પકડી વનવિભાગને હવાલે કરવામાં આવી હતી. ત્યારે, પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા પાસે મોડીસાંજના સમયે શાહુડી દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સ્થાનિક રહીશો દ્વારા આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવી હતી. જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ સહિત વોલીએન્ટર સ્થળ પર દોડી ગયા હતા સાથે વનવિભાગને પણ જાણ કરાઈ હતી. જેઓ દ્વારા સ્થળ પરથી ત્રણ પૈકી એક શાહુડીનું રેસ્ક્યુ કરી વનવિભાગ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યારે બીજી બે શાહુડી પકડાઈ ન હતી.

Most Popular

To Top