શહેરના ગોલ્ડન બ્રિજ પાસે કોટાલી તરફ જવાના માર્ગે અજાણ્યા વાહન ટક્કરે મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ગોલ્ડન ચોકડી થી કોટાલી તરફ જતા એક મોપેડ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એમ. એચ.-8257 ના ચાલકને અજાણ્યા વાહને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો જ્યારે ઇજાગ્રસ્ત મોપેડ ચાલક નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું સમગ્ર બનાવની જાણ થતાં મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો અને હરણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
