દાહોદ :
દાહોદ જિલ્લામાંથી બે અલગ અલગ સ્થળોએથી મોબાઈલ ફોન ચોરી થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે મોબાઈલ ફોન ચોરી થતાં મોબાઈલ માલિકો દ્વારા જેતે પોલીસ મથકે ફરિયાદ થઈ છે.
ઝાલોદના રણીયાર કણબી ગામે પણદા ફળિયામાં રહેતાં ચીમનભાઈ મણીલાલ પણદા તથા નીતાબેન એમ બંન્ને જણા ગત તા.૦૪ મેના રોજ ઝાલોદના લીમડી નગર ચાકલીયા રોડ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે તેઓની પાસે રહેલ થેલીમાંથી બંન્ને મોબાઈલ ફોન પડી ગયાં હતાં અને આ મોબાઈલ ફોન કોઈ ઉઠાવીને લઈ જતાં આ સંબંધે ચીમનભાઈ મણીલાલ પણદાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોબાઈલ ચોરીનો બીજાે બનાવ લીમખેડાના નાનીવાવ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૭મી મેના રોજ લીમખેડાના ચૈડીયા ગામે ઘાટા ફળિયામાં રહેતાં સંજયભાઈ મનુભાઈ ભુરીયા નાનીવાવ ગામે રહેતાં આશાબેનના ઘરના બહારના ઓસરીના ભાગે પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ગઠીયા દ્વારા સંજયભાઈનો મોબાઈલ ફોન ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સંજયભાઈ મનુભાઈ ભુરીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————————-