Bodeli

બોડેલી કોલેજ પાસે પોલીસ પોઇન્ટ હોવા છતાં ગ્રીલ તોડી ઘરમાં ઘુસી પાર્કિંગમાં મુકેલી કાર ચોરી તસ્કરો ફરાર

ભરચક વિસ્તારમાંથી કાર ચોરાઈ જતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે


બોડેલી; બોડેલી ના ઢોકલીયા ખાતે આવેલી શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સામે છોટાઉદેપુર રોડ પર રોડની બાજુમાં જ કાચા કેળાનું વેપાર ધંધો કરતા મહેશભાઈ ઠક્કર તેમના બે દીકરા અને પરિવાર સાથે ડુપ્લેક્સ મકાનમાં રહે છે ગઈકાલે તેમના દીકરાઓએ પોતાની બે કાર ઘરનાં આગળનાં ભાગમાં આવેલ કમ્પાઉન્ડમાં લોક કરી મૂકીને ઘરના ઉપરના માળ પર સૂઈ ગયા હતા ત્યારે પૂનમની રાત્રે રાત્રીનાં બે વાગ્યાનાં અરસામાં બે ઈસમો ઘરનાં એક રૂમની બારીની ગ્રીલ તોડી ઘરમાં ઘુસી ઘરનાં બેઠક રૂમમાં જઈ ઘરમાં મુકેલ મારુતિ બ્રેઝા કારની ચાવી લઈને બ્રેઝા કાર તસ્કરો ઉઠાવી જવાનો બનાવ બનવા પામ્યો છે. બે ઈસમો કાર ચોરીને છોટાઉદેપુર તરફ લઈ જતા સીસીટીવીનાં કેમેરામાં કેદ થયાં છે જ્યારે નજીક જ પોલીસ પોઇન્ટ હોવા છતાં કાર ચોરીનો બનાવ બનતા રાત્રી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે ફરી ચોરીનાં બનાવો ન બને તે માટે બોડેલી નગરજનોની પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે.
ઝહીર સૈયદ બોડેલી

Most Popular

To Top