Vadodara

હમ છોરો સે કમ હૈ ક્યાં, વડોદરામાં યુવતીના જોખમી બાઈક સ્ટંટ

નવલખી રોડ પર યુવતી જોખમી સ્ટંટ કરતી હોવાનું રીલ વાયરલ

વડોદરા: વડોદરાના નવલખી રોડ પર એક યુવતીનો હાથ છુટ્ટા રાખીને બાઇક પર જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ રીલમાં યુવતી હાથ છૂટા રાખીને બાઇક ચલાવતી જોવા મળે છે અને તે પણ જાહેર રોડ પર. જ્યાં વાહનચાલકો માટે આ પ્રકારના સ્ટંટ કરવું અત્યંત જોખમી છે.

યુવતીના સ્ટંટ કરતી વખતે માર્ગ પર અન્ય વાહનો અને રાહદારીઓ પણ હતા, જેનાથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ હતી. આ પ્રકારની જોખમી પ્રવૃત્તિઓ માત્ર પોતાનું જ નહીં, પણ અન્ય લોકોનું પણ જીવન જોખમમાં મૂકે છે.
પોલીસ અને માર્ગ સુરક્ષા વિભાગે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

આ ઘટના વડોદરામાં માર્ગ સલામતી અંગે ફરીથી ચિંતાનો વિષય બની છે અને લોકો દ્વારા આ પ્રકારના જોખમી સ્ટંટ પર કડક પ્રતિબંધ મૂકવાની માંગ વધી રહી છે.

Most Popular

To Top