એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) અને સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા ભારતમાં ઉત્તર અને પશ્ચિમ પ્રદેશના ૩૨ એરપોર્ટ પર તમામ સિવિલ ફ્લાઇટ ઓપરેશન અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંધનો સમયગાળો ૯ મેથી ૧૪ મે, ૨૦૨૫ સુધીનો રહેશે. આ નિર્ણય વિવિધ “નોટિસ ટૂ એરમેન” (NOTAM) અંતર્ગત લેવામાં આવ્યો છે અને તેનો હેતુ છે ઓપરેશનલ કારણોસર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના છે.
આ આદેશ હેઠળ નીચે જણાવેલ એરપોર્ટ્સ પર તમામ નાગરિક હવાઈ સેવાઓ બંધ રહેશે:
અદંપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, બઠિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલ્વારા, હિંડન, જૈસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કાંડા, કાંગરા (ગગગલ), કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી (ભુંટર), લેહ, લુધિયાણા, મુન્દ્રા, નળીયા઼, પઠાનકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ (હીરસાર), સારસાવા, શિમલા, શ્રીનગર, થોઈસ અને ઉટરલાઈ.
ઉપરાંત, દિલ્હી અને મુંબઈ ફ્લાઈટ ઇન્ફર્મેશન રીજિયનમાં આવેલ 25 એર ટ્રાફિક સર્વિસ (ATS) રૂટસ પણ અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યા છે. આ બંધ NOTAM G0555/25 અનુસાર લાગુ પડશે અને ૧૪ મે ૨૩:૫૯ યુટીસી (ઈ.સ. ૧૫ મે, સવારે ૦૫:૨૯ IST) સુધી રહેશે. એવિએશન વિભાગે એરલાઈન્સ અને પાઇલટોને વિકલ્પરૂપ રૂટ પ્લાન કરવા જણાવ્યું છે, જેથી ન્યૂનતમ અવરોધ સાથે સુરક્ષિત કામગીરી જળવાઈ રહે.