બોડેલી: બોડેલીના જેસિંગપૂરામાં રેતી ભરેલી હાઈવા ટ્રક માતેલા સાંઢની જેમ ધસી આવી હતી અને તેના ચાલકે બે બાઇકોને અડફેટે લીધા હતા ત્યાંથી નાસ્તાની દુકાનમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે જાનહાની ટળી હતી.

પાવીજેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ બોડેલી પોલીસની હદ હોય બોડેલી પોલીસ પહોંચે ત્યાં સુધી સ્થળ પર પાવી જેતપુર પોતાની ફરજ બજાવી ઊભી રહી હતી.

.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન જેસિંગ પૂરા નરવાણીયા ચોકડી પર ડુંગરવાટ તરફ થી હાઈવા ટ્રક GJ 17 XX 1387 નો ચાલક બેફામ ગફલત રીતે માતેલા સાંઢની જેમ હંકારી આવી રહ્યો હતો. તે દરમિયાન જેસિંગપૂરામાં ચોકડી પર બે બાઇક ચાલકો ને અડફેટે લીધા હતા. એક બાઇક ચાલક પોતાની પાસે રહેલી મોટર સાયકલ પર રોજનું પેટીયુ રળવા પ્લાસ્ટિકના રમકડા તેમજ અન્ય ઘર વપરાશની વસ્તુઓ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. તે ચાલક ચોકડી પર નાસ્તાની હોટલમાં નાસ્તો કરવા ઊભો હતો. તે દરમિયાન બીજો મોટર સાયકલ પર પોતાના ધંધા રોજગાર અર્થે જતો હતો આમ બે મોટર સાયકલ ચાલકને અડફેટે લેતા ગામના તેમજ આજુ બાજુ ના લોકો એકત્ર થઈ ગયા હતા. એક બાઇક ચાલકને પગમાં પગના ભાગે ઇજાઓ પહોચતા 108 મારફતે જાંબુઘોડા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માતની ઘટના બનતા લોક ટોળા એકત્ર થઈ જતા મામલો ગરમાયો હતો.

અક્સ્માત સર્જાતા પાવી જેતપુર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ બોડેલી હદ વિસ્તારમાં આવતા એક જાગૃત નાગરિકે તાત્કાલિક ટેલીફોનીક જાણ કરતા બોડેલી પોલીસ કલાકો બાદ ઘટના સ્થળે આવી પહોંચતા પોલીસ ઉપર સ્થાનિકો રોષે ભરાયા હતા.