Halol

એસએસસી પરીક્ષાનું પંચમહાલ જિલ્લાનું 73.6 ટકા, હાલોલ કેન્દ્રનું 74.26 ટકા પરિણામ

હાલોલ: આજ રોજ ધોરણ 10 એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થતા પંચમહાલ જિલ્લાનું 73.6 ટકા અને હાલોલ કેન્દ્રનું 74.26 ટકા પરિણામ આવ્યું છે. હાલોલ કેન્દ્રમાંથી 1495 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી . તેમાંથી 1110 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 385 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

ગોધરા રોડ સ્થિત વી.એમ. શાહ ગુજરાતી માધ્યમ શાળાનું 94.38 ટકા પરીણામ આવ્યું હતું. તેમાં બારીયા યુવરાજે 96.63 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જયારે જોશી સમર્થ 96.07 પર્સન્ટાઈલ મેળવી શાળામાં બીજું સ્થાન તેમજ ગોહિલ ક્રિષ્ના 95.03 પર્સન્ટાઈલ તેમજ મહેતા ભવ્યા 95.03 પર્સન્ટાઈલ મેળવતા આ બંને વિદ્યાર્થીઓએ શાળામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
જયારે શ્રીમતી વી.એમ.ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનું 98 ટાકા પરીણામ આવ્યું હતું. જેમાં ખુશી યાદવ 98.62 પર્સન્ટાઈલ મેળવી શાળા માં પ્રથમ ક્રમાંકે મેળવ્યું હતું. જયારે ધૈર્ય પટેલ 97.64 પર્સન્ટાઈલ મેળવી બીજા નંબરે તેમજ ધ્વનિ પરીખ 97.27 પર્સન્ટાઈલ મેળવી ત્રીજા ક્રમાંક મેળવ્યો હતો. જયારે કૃપા કાછીયાએ 96.76 પર્સન્ટાઈલ મેળવી ચોથો ક્રમાંક મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.
નગરના કંજરી રોડ સ્થિત કલરવ સ્કૂલ માં અંગ્રેજી માધ્યમ નું 95 ટાકા પરીણામ આવતા ગુંજન જેતાવત 99.42 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે અદિતિ પટેલ 97.64 પર્સન્ટાઈલ મેળવી બીજા ક્રમાંકે તેમજ હેમાની પરમાર 89.46 પર્સન્ટાઈલ મેળવી ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
જયારે ગુજરાતી માધ્યમનું 85 ટાકા પરિણામ આવ્યું હતું. તેમાં તિથી મિશ્રા 94.24 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જયારે આસ્થા રાણા 93.75 પર્સન્ટાઈલ મેળવી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે ધ્રુવ માલીવાડ 91.25 પર્સન્ટાઈલ મેળવી શાળામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જયારે કૃપા પરમારે 90.67 પર્સન્ટાઈલ મેળવી શાળામાં ચોથું સ્થાન મેળવતા શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું હતું. ધોરણ 10 માં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

Most Popular

To Top