Vadodara

સવાદ ક્વાર્ટર્સ ખાતે હોમગાર્ડના જવાનો સાથે હાથાપાઇ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર પાંચ ઝડપાયા

તમે શું મારું બગાડી લેશો અમારી વચ્ચે પડવું નહીં નહીંતર હાથ પગ ટાંટિયા તોડી નાખીશું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

( પ્રતિનિધિ) વડોદરા તા. 06

ગત તા.05 મે ના રોજ રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ વારસિયા પોલીસ સ્ટેશનના હોમગાર્ડના જવાનો પેટ્રોલિંગમા હતા તે દરમિયાન વારસિયા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર,નાથીબા સોસાયટી પાસે કેટલાક અસામાજીક તત્વો ઝઘડો કરી રહ્યા હોય હોમગાર્ડના જવાનો મોપેડ પર બેસી જય ભોલે યુવક મંડળના મંડપ પાસે સવાદ ક્વાર્ટર્સ ખાતે પહોંચ્યા હતા અને ઝઘડતા ઇસમોને ઝઘડો ન કરવા જણાવ્યું હતું તે દરમિયાન એક ગૌરાંગ હરેરામ સિંગ નામના ઇસમે કલ્પેશ હીરાલાલ પરમારને લાફો માર્યો હતો અને બંને હોમગાર્ડ કર્મીઓ સાથે અપશબ્દો બોલી ધક્કા મુક્કી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો સાથે જ “તમારે આ વિસ્તારમાં આવવું નહીં અને જો આવશો તો તમને નોકરી કરવી ભારે પડી જશે” આ ઇસમોમાથી શૈલેન્દ્ર વાઘમારે નામના ઇસમે “આ વિસ્તાર મારો છે મને પોલીસ/ હોમ ગાર્ડ થી ફરક નથી પડતો તમે હોમગાર્ડ છો તમે મારું શું બગાડી શકશો અહીંયા તો અમો જે પ્રમાણે કહીએ તે પ્રમાણે જ તમારે રહેવું પડશે નહિતર તમોને અહીં નોકરી નહીં કરવા દઇએ,તમારે અમારી વચ્ચે પડવું નહીં અહીંથી ચાલ્યા જાવ નહિતર તમારા હાથ ટાંટિયા તોડી નાખીશું તેમ કહી છૂટા હાથે મારામારી કરી હતી સમગ્ર મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેન્દ્ર મુકુંદરાવ વાઘમારે, ગૌરાંગ હરેરામ સિંગ, હર્ષવર્ધન ગણેશભાઇ વાકોડે તથા વિવેક જગદીશભાઇ શ્રીમાળી તથા શિવમ કમલેશભાઇ રાજપૂત ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top