Shinor

શિનોર પંથકમાં ગાજવીજ સાથે ભારે પવનથી પતરા ઉડ્યા, કાર પર થાંભલો પડ્યો

શિનોર: શિનોર તાલુકાના શિનોર, સાધલી, માલસર ,અવાખલ સહિત અન્ય ગામોમાં ગાજવીજ સાથે ભારે પવનના વાવાઝોડા સાથે 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા હતા. કેટલાક મકાનના પતરા પણ ઉડવા પામ્યા હતા.

સાધલી ગ્રુપ જીન પાસે જે રૂમોની આગળ શેડ મારવામાં આવ્યો હતો તે પવનના વાવાઝોડાથી રોડ ઉપર ઉડી ને આવી ગયો હતો અને નીચે કાર દબાઈ ગઈ હતી. ભારે પવનના ધડાકા સાથે એક ઈલેક્ટ્રીક વીજ થાંભલો ધરાસાયી થયો હતો . થાંભલો પડવાથી નીચે દબાયેલી કારને ભારે નુકશાન થવા પામ્યું હતું. વીજ કર્મચારી દ્વારા વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી કરી કોઈને કરંટ ન લાગે . સદનસીબે કોઈ ત્યાં હાજર ન હોવાથી જાનહાની થઈ ન હતી.

ટીંબરવા રોડ ઉપર ત્રણથી ચાર તોતિંગ ઝાડ પણ પડી ગયા હતા થોડીવાર પછી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. શિનોર ના અવાખલ ગામે અશોકભાઈ પટેલ ના ઘરના પતરા પણ ઉડવા પામ્યા હતા..
સવારથી વાદળ છાયા વાતાવરણમાં સાંજ પડતાજ ભારે પવન ગાજવીજ સાથે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો હતો.
ભારે પવનથી આખા શિનોર પંથકમાં વીજળી ગુલ થઈ હતી. ખેતીપાક ને પણ ભારે નુકશાન થયું હતું.

Most Popular

To Top