Vadodara

નસવાડી તાલુકામાં વાવાઝોડાથી તલ, કેરી, બાજરી અને મકાઈના પાકને વ્યાપક નુકસાન

નસવાડી તાલુકામાં 2500 હેક્ટર તલનું વાવેતર થયું હતું, વાવાઝોડામાં તમામ તલનો પાક જમીનદોસ્ત થયો

આંબાવાડીઓમા તેમજ ખેતરોમાં આંબાના ઝાડ ઉપરથી કેરીઓ ભારે પવનના કારણે તૂટી પડી

બાજરી અને મકાઈના પાકમાં પણ ભારે નુકશાન


મધ્યગુજરાત વીજ કંપનીના વાંકે વીજ પુરવઠો ગુલ થતા હજારો પરિવારો અંધકારમાં રાત વિતાવવા મજબૂર બન્યા

નસવાડીના અમુક અધિકારીઓ વડોદરા રહે છે, પ્રજા ને રેઢી મૂકી ઘરે જતા રહ્યા

નસવાડી: નસવાડી તાલુકામાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ અને વાવાઝોડું આવતા મધ્યગુજરાત વીજ કંપનીનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. નસવાડી તાલુકાના 210 ગામોમાં 12 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહેતા અનેક પરિવારોના નાના ભૂલકાઓ અસહ્ય ગરમીથી પરેશાન થઈ ગયા હતા અને રાત ની નીંદર માણી શકયા ના હતા. જ્યારે તીવ્ર ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાએ નસવાડી તાલુકામાં તલ, દિવેલા અને મકાઈના પાકને વ્યાપક નુકશાન કર્યું છે.

નસવાડી તાલુકામાં 2500 હેક્ટરમાં તલનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું. તલનો પાક તૈયાર થઈ ગયો હતો અને તલના છોડ ઉપર ફૂલ પણ લાગી ગયા હતા. અમુક ખેતરોમાં તલ સૂકવવા પણ મૂકેલા હતા. જ્યારે તલની ખેતી તૈયાર થઈ ગઈ તે સમયે વાવાઝોડું ફુંકાતા તલ જમીનદોસ્ત થઈ જતા હાલ તો ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે. કારણ કે ખેડૂતોએ વ્યાજે ઉછીના લાવી ખેતી કરી હતી. તલનો પાક સારો થશે તે આશાએ તલની ખેતી કરી હતી. પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાથી તલની ખેતીમાં નુકશાન થતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે. ઉનાળામાં ખેડૂતો તલની ખેતી કરીને તેમાં જે ઉપજ આવે તેમાંથી ચોમાસાની ખેતીની ખેડૂતો તૈયારી કરતા હોય છે. ત્યારે તલની ખેતી વાવાઝોડામાં નષ્ટ થતા હાલ તો ખેડૂતો પાયમાલ થયા છે.

આંબાની વાડીઓ ધરાવતા ખેડૂતોને પણ ભારે નુકશાન થયું છે જ્યારે કેરી નો પાક તૈયાર થઈ ગયો હતો. તે સમયે વાવાઝોડું આવતા કેટલાક આંબાઓ જમીનદોસ્ત થયા અને આંબા ઉપર લાગેલી કેરીઓ તૂટી પડતા આંબાની વાડીઓ ધરાવતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે .

નસવાડી તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી 13 જેટલા મકાનોને પણ નુકશાન થયું છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં ગરીબ પરિવારોના મકાન ઉપરના છતના પતરાં ઉડી જતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આદિવાસી વિસ્તારમાં કેટલાક પરિવારોના મકાનોના પતરાં ઉડી જતા રાત્રિ ના અંધકાળમાં મુશ્કેલીમાં મુકાયા હતા.
નસવાડી તાલુકામાં વાવાઝોડા થી અનેક મકાનો ના પતરાં ઊડતા તાલુકા વિકાસ અધિકારી સર્વે ની ટીમો બનાવી ને પંચક્યાસ કરવા માટે કર્મચારીઓને કામે લગાડ્યા છે અને તાલુકા વિકાસ અધિકારી પણ સર્વે કરવા માટે નીકળેલી ટીમ ની ચકાસણી કરવા માટે પહોચ્યા હતા
પાલસર કાંધા રોડ સ્ટેટ આર એન્ડ બી વિભાગની માલિકીનો રસ્તો છે, પરંતુ આ રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થતા વૃક્ષો હટાવતાં મોડીરાતથી કાંધા પાલસરના રસ્તા ઉપર લોકો નીકળી શકતા ના હતા. જેને લઈને લોકોને ફરીને જવું પડતું હતું.

Most Popular

To Top