Nasvadi

નસવાડી તાલુકાના વાડિયા ગામે કુપ્પા પાણીપુરવઠા યોજનાની પાઇપ લાઇન તૂટતા પાણીના ફુવારા ઉડ્યા

લાખો લીટર પાણીનો વેડફાટ

નસવાડી:;નસવાડી તાલુકાના વાડિયા ગામે કુપ્પા પાણીપુરવઠા યોજનાની પાઇપ લાઇન તૂટતા પાણીના ફુવારા ઉડ્યા હતા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

કુપ્પા પાણીપુરવઠા યોજના પાંચ વર્ષથી અધૂરી છે અને પાણી નું ટેસ્ટિંગ શરૂ થતાની સાથે પાઇપો તૂટી જાય છે. ત્યારે પાણીપુરવઠા વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નસવાડી તાલુકાના 72 ગામોને નર્મદામાંથી પાણી લઈ અને તેને ફિલ્ટર કરી કુપ્પા પાણીપુરવઠા યોજના સરકારે 85 કરોડ ના ખર્ચે મંજૂર કરી હતી. પાંચ વર્ષથી કુપ્પા પાણી પુરવઠા યોજનાં અધૂરી છે અને 50 કરોડ થી વધુ નો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. ત્યારે કામગીરી પૂરી થઈ નથી તે પહેલા જ નસવાડી તાલુકાના વાડિયા ગામ પાસે સરપંચના ઘર નજીક કુપ્પા પાણીપુરવઠા યોજનાની પાઇપ લાઇન તૂટતાની સાથેજ લાખો લીટર પાણી વેડફાયું હતું. જ્યારે પાઇપ લાઇનની કામગીરી લાઇન લેવલમાં ના કરવામાં આવતા પાણીના ટેસ્ટીંગ વખતે પાણીની લાઇન માં ભંગાણ સર્જાયું હતું.

ગામડાઓના સરપંચોના જણાવ્યા મુજબ કારમો ઉનાળો ચાલી રહ્યો છે. ડુંગર વિસ્તારના ગામોમાં પાણીની તંગી વધુ છે. આ યોજનામાં દરેક ગામે સંપ બનાવ્યા. પરંતુ સંપથી ગામમાં પાણી વિતરણ માટે પાણી પુરવઠા વિભાગે કોઈ આયોજન કર્યું નથી. પાણી પુરવઠા ના વાંકે હાલ તો ડુંગર વિસ્તારના ગામોના લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ આની કાળજી લે અને ઝડપ થી કુપ્પા પાણીપુરવઠા યોજના પૂરી કરાવે અને લોકો ને પાણી મળે તેવી વ્યવસ્થા કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે

10 ગામોમાં પાણીની તંગી
રસુલભાઈ, સરપંચ પુત્ર વાડિયા ના જણાવ્યા મુજબ મારી ગ્રામ પંચાયત ના 10 જેટલા ગામોમાં પાણી ની તંગી છે. મારી ગ્રામ પંચાયત નજીક કુપ્પા પાણીપુરવઠા યોજનાનો સંપ છે. મારી ગ્રામ પંચાયતમાં હજુ સુધી અનેક ગામડાઓમાં કુપ્પા પાણીપુરવઠા યોજનાનો લાભ મળ્યો નથી

Most Popular

To Top