બોડેલી:
ગતરોજ થયેલા વાવાઝોડાને લઈ જબુગામ ખાતે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. લોકોના પાક આડા પડી ગયા છે.

સમગ્ર ગુજરાત ભરમાં ગઈકાલે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું . સાથે સાથે વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પણ કેટલીક જગ્યાએ જોવા મળ્યો હતો. જેને લઇ બોડેલી તાલુકાના જબુગામ ખાતે કેટલાક વૃક્ષોની ડાળીઓ પણ પડી હતી અને વાવાઝોડાને લઈ ખેડૂતોના ઉભા પાક પણ નમી જતા ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. કેટલાક ખેડૂતોના મકાઈ ખેતરમાં કાપી મૂકવામાં આવી હતી તેને પણ નુકસાન જોવા મળી રહ્યું છે. કેટલીક મકાઈ તૈયાર થયા વગરની નમી પડતા ભારે નુકસાની જોવા મળી રહી છે. ગામમાં કેટલાક ખેડૂતોના કેળના છોડ આખે આખા તૂટી પડ્યા હતા. જેને લઇ ને પણ કેટલાક લોકોને નુકસાની જોવા મળી છે .જ્યારે કેરીને તો ઝોડું આવતા નાની નાની કેરીઓ જ ખંખેરાઈ પડી હતી. જેથી કરીને કેરીનો પાક નિષ્ફળ જાય એવું લાગી રહ્યું છે. આમ કમોસમી માવઠું આવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કરીને સરકાર કોઈ સહાય આપે તેવી માંગ ઉઠી છે