“પ્રજા ના કમિશ્નર છે, પાર્ટીના નહીં” – મધુ શ્રીવાસ્તવ.
વડોદરા: વડોદરામાં કમોસમી વરસાદ સાથે જ શહેરની હાલત બગડી ગઈ હતી. ગટરો ભરાઈ જતાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાવ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે લાંબા સમયથી રાજનીતિથી દૂર થઈ ગયેલા દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અચાનક મીડિયા સામે પ્રગટ થયા હતા. તેમણે કમોસમી અને નજીવા વરસાદમાં શહેરની દશા અને નાગરિકોની મુશ્કેલીઓ પર તીવ્ર ટિપ્પણી કરી હતી.
મધુ શ્રીવાસ્તવે કમીશ્નર સામે સ્પષ્ટ મોકો ઉઠાવતા જણાવ્યું હતું કે, “પ્રજા ના કમિશ્નર છો, પાર્ટીના નહીં! કામ કરો, નહિતર આદોલન કરીશ!” તેમણે ચેતવણી આપી હતી કે, જો સત્તાવાળાઓએ ઝડપથી કામ નહીં કર્યું તો, તેઓ જાહેર આદોલન કરશે. તેમણે ગટરો ભરાઈ જવાની સમસ્યા અને વરસાદમાં નાગરિકોને થતી મુશ્કેલીઓ પર ખાસ ભાર મૂક્યો હતો.