ધૂળની ડમરીઓ વચ્ચે પવનની ગતિ કલાક દીઠ 90 થી 110 પ્રતિ કિલોમીટરે ફૂંકાતા શહેરમાં કેટલાય સ્થળોએ ઝાડ,હોર્ડિગ્સ પડયા, વાહનચાલકો અટવાયા
(પ્રતિનિધિ) વડોદરા તા. 05
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ પૂર્વમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પ્રિમોન્સૂનની એક્ટિવીટી શરૂ થઇ છે જેના કારણે વડોદરા શહેરમાં સાંજે સાડા છ વાગ્યે અચાનક તીવ્ર ગતિએ પવનો સાથે ધૂળની ડમરી ઉડવા લાગી હતી સાથે જ પવન કલાક દીઠ 90 થી 110 પ્રતિ કિલોમીટરે ફૂંકાતા શહેરમાં ઝાડ તથા હોર્ડિગ્સ પડ્યા હતા. શહેરમાં વાવાઝોડા ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. સાંજે ચાલુ વર્કિંગ દિવસ હોય સાંજના સુમારે નોકરિયાતવર્ગ અને અન્ય લોકો પોતાના ફરજના સ્થળેથી ઘરે જવા માટે નિકળ્યા હતા તે દરમિયાન અચાનક જ તોફાન અને તીવ્ર પવનો ફૂંકાતા ધૂળની ડમરીઓ, વંટોળ ઉભો થતાં વાહનચાલકો અટવાયા હતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.વાવાઝોડા સાથે અચાનક વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગ ઇ હતી.
શહેરના કેટલાય વિસ્તારોમાં વિજળી ગુલ
શહેરમાં સોમવારે સાંજે સાડા છ વાગ્યે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો જ્યાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગ ઇ હતી જેમાં શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ, આજવારોડ, ગોરવા, અકોટા, તાંદલજા,હરણીરોડ, ફતેગંજ, અટલાદરા,મુજમહુડા માંજલપુર સહિતના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ જતાં સાંજના સુમારે મહિલાઓને રસોઈ બનાવવામાં મુશ્કેલી પડી હતી સાથે જ વિજ કંપનીના કર્મચારીઓ દોડતા થયા હતા સાથે જ ફાયરબ્રિગેડ ની ગાડીઓ પણ દોડતી થઇ હતી.
શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે ઝાડ પડતાં પોલીસ જવાનોએ ચારનુ રેસક્યુ કર્યું
સોમવારે સાંજે અચાનક વાવાઝોડા સાથે અચાનક વંટોળ, ગાજવીજ સાથે વરસાદ ખાબકતા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક આવેલ ઝાડ પડતાં ચાર વાહન ચાલકો દબાતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના કર્મીઓ તથા અન્ય રાહદારીઓએ ચાર લોકોનું રેસ્કયુ કરતા વાહનો સહિત ચારનો આબાદ બચાવ થયો હતો.વરસતા વરસાદ અને તોફાની પવનો વચ્ચે પોલીસે ચાર લોકોનું રેસક્યુ કર્યું હતું.