*હળવા વરસાદી છાંટા પણ જોવા મળ્યા
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં સાંજના સાત વાગ્યાના અરસામાં અચાનક વીજળીનાં કડાકા સાથે પવન ફુકાયો હતો. પવન ફૂંકાતાની સાથે જ લોકોના ઘરના પતરા તથા દુકાનોના બોર્ડ વિગેરે ઉડવા માંડ્યા હતા. સાથે સાથે વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો અને અચાનક વાદળોમાં વીજળીઓ ગાજવા માંડી હતી સાથે સાથે હળવા વરસાદના છાંટા પણ શરૂ થઈ ગયા હતા જેને લઇ સમગ્ર વાતાવરણ અંધકારમય થઈ ગયું હતું અને આ પવનના વાવાઝોડાને લઈ કેટલાક લોકોને નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો હશે એ જોવું રહ્યું પરંતુ વરસાદી છાંટા અને વીજળીના કડાકા સાથે અચાનક વાતાવરણ બદલાતા ગરમીમાં રાહતનો અનુભવ પણ જોવા મળ્યો હતો હાલના દિવસોમાં ધગધગતિ ગરમી ના પ્રકોપથી લોકો બપોરના સમયે બહાર નીકળવાનું પણ ટાળે છે જ્યારે આજરોજ થોડું વાતાવરણ વાદળ છાયો જોવા મળ્યું હતું અને અચાનક 7:00 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા સાથે વાવાઝોડું અને વરસાદી છાંટા આવતા સમગ્ર પંથક માં અંધકારમય વાતાવરણ થઈ ગયું હતું અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી