નડિયાદ, તા.5
નડિયાદ ખેડા જિલ્લામાં મોડી સાંજે 6:00 વાગે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. માત્ર બે થી પાંચ મિનિટના ટૂંકા ગાળામાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું. ભારે પવન સાથેના વાવાઝોડામાં ધૂળની ડામરીયો ઉડી હતી. વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી.


રાજ્યભરમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી હવામાન વિભાગ કરી હતી. સમય નડિયાદ ખેડા જિલ્લામાં મોડી સાંજે 5 થી 6:00 વાગ્યાની વચ્ચે તાલુકાઓમાં વાતાવરણ પલટાઈ ગયું હતું. નડિયાદમાં મોડી સાંજે છ વાગે માત્ર બે મિનિટના ટૂંકા ગાળામાં કાળા ડિબાગ વાદળ છવાઈ ગયા હતા. તો સુસવાટા પવન ફૂંકાયો છે. આ પવનની સાથે જ શહેરભરમાં ઉડી હતી અને વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતા. તો આ ભારે પવન વચ્ચે ડામરીઓ પૂરતી હોય અને બીજી તરફ વાદળો છવાઈ જતા અંધારપટ થઈ ગયો હતો અને વિઝિબિલિટી ઘટીને ઝીરો થઈ ગઈ હતી. આ તરફ એક્સપ્રેસવે પર અને નેશનલ હાઇવે પર પણ વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. તેમજ અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. શહેરના અનેક ભાગોમાં લાઈટો ગુલ થઈ ગઈ છે. બીજી તરફ આકાશમાં વીજળીના તડાકા પણ જોવા મળ્યા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. લોકોએ વહેલાસર કોના પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘર તરફ પ્રયાણ કર્યું હતું. ભર ઉનાળા વચ્ચે ચોમાસા થી પણ વધારે વરસાદી ઋતુ હોય તેવી પ્રતીતિ થઈ હતી.