Nasvadi

સંખેડા તાલુકાના એક શિક્ષક સતત ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરવાનો હુકમ

કવાંટ તાલુકાના એક શિક્ષક 11 માસ થી નોકરી ઉપર ના આવતા આખરી નોટીસ ફટકારવામાં આવી

નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક શિક્ષક સતત ગેરહાજર રહેતા તેને સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે. જ્યારે કવાંટ તાલુકાના એક શિક્ષક 11 માસ થી નોકરી ઉપર ના આવતા તેને આખરી નોટીસ ફટકારવામાં આવી છે. આઠ દિવસ માં ખુલાસો નહીં આપે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આકાખેડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં પટેલ વિભાબહેન રમણભાઈ તારીખ ૫/૨/૨૦૨૪ થી ૨૯/૪/૨૦૨૪ સુધી 84 દિવસમાં કપાત રજા ઉપર ગયા હતા અને 13 માસ થી સતત ગેરહાજર રહેતા જિલ્લા શિક્ષણ અધિકારી વારંવાર નોટિસ પાઠવી હતી. છતાંય તેઓ ફરજ ઉપર હાજર ના થતા પ્રાથમિક શાળાના બાળકોનો અભ્યાસ બગડતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આંકાખેડા પ્રાથમિક શાળાના શિક્ષકને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે કવાંટ તાલુકાના બામણીયા ફળીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચૌધરી હેમાંગીબેન ઘનશ્યામભાઈ તેઓ તારીખ ૯/૧૦/૨૦૨૩ થી ૬/૧/૨૦૨૪ સુધી કપાત રજા ઉપર ગયા હતા. પરંતુ રજા પૂર્ણ થયા બાદ છેલ્લા 16 માસથી તેઓ શાળા ઉપર હાજર થયા નથી. અગાઉ પણ આ શિક્ષક સતત ગેરહાજર રહેતા તેઓને સસ્પેન્ડ કર્યા હતા. તેઓ તારીખ ૭/૧૦/૨૦૨૩ ના રોજ પરત હાજર થયા હતા પરંતુ તેઓ ફરીથી રજા ઉપર જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આની તપાસ સમિતિ બનાવી અને તેઓ સામે આખરી નોટીસ પાઠવી છે. ૭/૫/૨૦૨૫ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવા શિક્ષકો જે શાળામાં ફરજ બજાવે છે અને વગર રજા રિપોર્ટ સતત ગેરહાજર રહે છે. તેઓને ઘરભેગા કરવાં માટે તાલુકો પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે. બીજી તરફ આવા શિક્ષકોની સરકારી ચોપડે નોકરી બોલતી હોવાથી જગ્યા ખાલી દર્શાવી શકતા નથી. જેના કારણે નવી ભરતી થતી નથી અને બાળકો નો અભ્યાસ શિક્ષક વિના બગડે છે. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષણનું સ્તર સુધારવા માટે અને ખાલી જગ્યા ઉપર શિક્ષકની નિમણૂક થાય તે માટે ગુલ્લા મારતા શિક્ષકોની શોધખોળ આદરી છે

ભાગેડુ અને ફરજમાં બેદરકાર શિક્ષકો સામે તપાસ સોંપાઈ
જે કે પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી, છોટાઉદેપુર ના જણાવ્યા મુજબ , છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષકો શાળા માં ફરજ બજાવવા માં બેદરકારી રાખે છે અને વિદેશ ભાગી ગયા છે કે નહીં તેવા શિક્ષકો ની તપાસ કરવા માટે તાલુકો પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી છે જ્યારે છેલ્લા ત્રણ દિવસ માં ત્રણ શિક્ષકો ને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ દરમિયાન શિક્ષકો કાળજી નહીં રાખે તો હજુ પણ કડક પગલા ભરીશું

Most Popular

To Top