સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લામાં એ વન ગ્રેડમાં ૧૪ લિદ્યાર્થીઓનો સમાવેશ, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થીનો એ વન ગ્રેડમાં સમાવેશ ન થતાં આશ્ચર્ય
દાહોદ તા.૦૫
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩.૦૩ ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ગુજરાત રાજ્યમાં સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું ૫૯.૧૫ ટકા પરિણામ જાહેર થયું છે. આ પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહૌલ જાેવા મળ્યો છે. સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લામાં એ વન ગ્રેડમાં ૧૪ લિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થીનો એ વન ગ્રેડમાં સમાવેશ ન થતાં આશ્ચર્ય સર્જાયું છે.
આજરોજ જાહેર થયેલ ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં દાહોદ જિલ્લાનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૦૩ ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ૫૯.૧૫ ટકા પરિણામ જાહેર થયું છે. વહેલી સવારથીજ વિદ્યાર્થીઓનો શાળાઓમાં તેમજ ઓનલાઈન સેન્ટરો પર અને પોત પોતાના મોબાઈલ ફોનમાં પરિણામ જાેઈ લેતાં કહી ખુશી કહી ગમનો માહૌલ જાેવા મળ્યો હતો. કેટલાંક વિદ્યાર્થીઓ નાપાસ પણ થયાં હતાં પરંતુ તેઓ પણ પુન: પરીક્ષા આપવાની તૈયારીઓ દર્શાવી સારા પરિણામ મેળવા માટેના પ્રયાસો કરીશું ની હિમ્મત પણ બતાવી હતી.
ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૨૧ પરિક્ષા કેન્દ્રોના પરિણામ
ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૨૧ પરિક્ષા કેન્દ્રોના પરિણામની વાત કરીએ તો દાહોદ કેન્દ્રનું ૯૩.૮૭ ટકા, લીમખેડા કેન્દ્રનું ૯૪.૮૪ ટકા, ગરબાડા કેન્દ્રનું ૯૬.૦૧ ટકા, કતવારા કેન્દ્રનું ૯૦.૦૨ ટકા, જેસાવાડા કેન્દ્રનું ૯૯.૪૩ ટકા, ઉકરડી કેન્દ્રનું ૯૫.૪૧ ટકા, રાછરડા હિમાલા કેન્દ્રનું ૯૭.૩૯ ટકા, અભલોડ કેન્દ્રનું ૯૭.૬૯ ટકા, દેવગઢ બારીઆ કેન્દ્રનું ૮૯.૦૧ ટકા, પીપેરો કેન્દ્રનું ૯૧.૪૮ ટકા, પીપલોદ કેન્દ્રનું ૯૬.૨૪ ટકા, ઝાલોદ કેન્દ્રનું ૮૯.૨૦ ટકા, લીમડી કેન્દ્રનું ૯૭.૫૬ ટકા, સંજેલી કેન્દ્રનું ૮૨.૯૮ ટકા, સુખસર કેન્દ્રનું ૮૬.૮૪ ટકા, કારઠ કેન્દ્રનું ૯૫.૬૪ ટકા, સાગટાળા કેન્દ્રનું ૮૮.૮૧ ટકા, ફતેપુરા કેન્દ્રનું ૯૩.૬૩ ટકા, બાંડીબાર કેન્દ્રનું ૯૬.૫૯ ટકા, નગરાળા કેન્દ્રનું ૯૭.૬૧ ટકા અને સીંગવડનું ૮૨.૨૭ ટકા જાહેર થયું છે. દાહોદ જિલ્લામાં સામાન્ય પ્રવાહના આ ૨૧ પરીક્ષા કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ જેસાવાડા પરીક્ષા કેન્દ્રનું જાહેર થયું છે .
વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૩ પરીક્ષા કેન્દ્રોના પરિણામ
તો બીજી તરફ દાહોદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૩ પરીક્ષા કેન્દ્રો હતાં જેમાં દાહોદ કેન્દ્રનું ગુજરાત રાજ્યમાં સૌથી ઓછુ ૫૪.૪૮ ટકા, લીમખેડા કેન્દ્રનું ૬૧.૬૯ ટકા અને લીમડી કેન્દ્રનું ૭૧.૧૭ ટકા પરિણામ જાહેર થયું છે. દાહોદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના આ ૦૩ પરિક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ લીમડી કેન્દ્રનું જાહેર થયું છે.
સામાન્ય પ્રવાહમાં ૧૧૯૭૨ વિદ્યાર્થીમાંથી ૧૪ વિદ્યાર્થીઓનો એ વન ગ્રેડમાં સમાવેશ
દાહોદ જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૧૨૨૬૧ વિદ્યાર્થીઓ નોંધાંયા હતાં જેમાંથી ૧૧૯૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૪ વિદ્યાર્થીઓનો એ વન ગ્રેડમાં સમાવેશ થયો હતો. ૬૫૬ વિદ્યાર્થીઓનો એ ટુ ગ્રેડમાં ગ્રેડમાં, ૨૬૫૬ વિદ્યાર્થીઓનો બી વન ગ્રેડમાં, ૩૬૯૯ વિદ્યાર્થીઓનો બી ટુ ગ્રેડમાં, સી વન ગ્રેડમાં ૨૮૪૬, સી ગ્રેડમાં ૧૧૬૬, ડી ગ્રેડમાં ૯૭, ઈ વન ગ્રેડમાં ૦૩ અને અન્ય વિદ્યાર્થીઓનો એનઆઈ ગ્રેડમાં સમાવેશ થયો હતો.
વિજ્ઞાન પ્રવાહમાં ૧૨૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે એકપણ વિદ્યાર્થીઓનો એ વન ગ્રેડમાં સમાવેશ થયો નથી
જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લામાં કુલ ૧૩૦૨ વિદ્યાર્થીઓ નોંધાંયા હતા જેમાંથી ૧૨૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે એકપણ વિદ્યાર્થીઓનો એ વન ગ્રેડમાં સમાવેશ થયો નથી જ્યારે એ ટુ ગ્રેડમાં ૧૪ વિદ્યાર્થીઓ, બી વન ગ્રેડમાં ૬૪, બી ટુ ગ્રેડમાં ૧૨૭, સી વન ગ્રેડમાં ૧૯૦, સી ટુ ગ્રેડમાં ૨૭૧, ડી ગ્રેડમાં ૯૭, ઈ વન ગ્રેડમાં ૦૩ અને અન્ય વિદ્યાર્થીઓનો એનઆઈ ગ્રેડમાં સમાવેશ થયો હતો.