વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા કે.પી. જોષી (IAS: SCS:GJ:2021)ની બદલી કરી દેવામાં આવી છે. હવે તેમને પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
GIDC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.ડી. દવેરા બનશે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના CEO

ગુજરાત રાજ્યના અનુભવી આઈએએસ અધિકારી શ્રી બી.ડી. દવેરા (SCS:GJ:2021) ની એક મહત્વપૂર્ણ બદલીની જાહેરાત કરવામાં આવી છે. તેઓ અત્યાર સુધી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), ગાંધીનગરમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમને બદલીને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિકાલ પર મૂકવામાં આવ્યા છે, જ્યાંથી તેમની વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (Vadodara Urban Development Authority – VUDA) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરવામાં આવશે.