Halol

હાલોલના શિક્ષણવિદ્દ કલ્પનાબેન જોશીપુરાનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું


હાલોલ: પંચમહાલ જીલ્લામાં શિક્ષણ ક્ષેત્રમા મોટુ નામ ધરાવતા કલ્પનાબેન જોશીપુરાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા. ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બુધવારે ગોધરા ખાતે કરવામા આવી હતી.bત્યારે જીલ્લામા વિવિધ ક્ષેત્રમા નામના મેળવનારા લોકોને સન્માનિત કરવામા આવ્યા હતા. પ્રશસ્તિત પત્ર આપીને સન્માન કરવામા આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કલ્પનાબેન જોષીપુરાનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતુ. પંચમહાલ જીલ્લાના શિક્ષણ ક્ષેત્રમા કલ્પનાબેન જોશીપુરા ખુબજ મોટુ નામ ધરાવે છે અને હાલ હાલોલ નગરના કણજરી રોડ પર આવેલી કલરવ સ્કૂલના આચાર્ય પણ છે. આ પહેલા પણ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત વિવિધ એવોર્ડ પણ મળી ચુકયા છે.તેમને સન્માનિત થતા સમગ્ર પંચમહાલ સહિત હાલોલના નગરજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Most Popular

To Top