દાહોદ :
દાહોદ તાલુકાના મુવાલિયા ગામેથી એક યુવકે પોતાના મિત્રની મદદથી એક યુવતીનું અપહરણ કરી મકાનમાં ગોંધી રાખી યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે ભાભોર ફળિયામાં રહેતો અક્ષયભાઈ ઉર્ફે અકુભાઈ ભાભોરે પોતાના મિત્રની મદદ લઈ ગત તારીખ સાતમી એપ્રિલના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક યુવતીને પટાવી ફોસલાવી પોતાની મોટરસાયકલ પણ બેસાડી લઈ ગયા હતા. યુવતીને અજાણ્યા કાચા મકાનમાં ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ અક્ષયભાઈ ઉર્ફે અકુભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ અંગેની જાણ યુવતીએ પોતાના પરિવારજનને કરતા યુવતીના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી કઈ હતી. આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના વાલી વારસ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.