Vadodara

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સૂરસાગર ખાતે કલાનુભૂતિ અંતર્ગત ‘ગર્વથી ગુજરાતી’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

શહેરના કલાકારો સન્ની જાધવ, અનુષ્કા પંડિત સહિતના ગુજરાતી કલાકારો ખાસ ઉપસ્થિત રહેશે

(પ્રતિનિધિ) વડોદરા તા.01

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા તથા ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા શહેરના સૂરસાગર ખાતે રાત્રે કલાનુભૂતિ અંતર્ગત ‘ગર્વથી ગુજરાતી ‘ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે.

આજે તા.01 મે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાતની સંસ્કૃતિ, કલાનગરી વડોદરાની સંસ્કૃતિ ને પ્રોત્સાહિત કરવા માટે આજે શહેરના સૂરસાગર ખાતે રાત્રે આઠ વાગ્યે વડોદરા મહાનગરપાલિકા તથા ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે ટીમ વડોદરા દ્વારા વિવિધ પ્રકલ્પોમાથી કલાનુભૂતિ અંતર્ગત ‘ગર્વથી ગુજરાતી’ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાનગરી વડોદરાના કલાકારો સન્ની જાધવ, અનુષ્કા પંડિત તથા ગુજરાતી કલાકાર તદ્પરાંત કપડવંજ થી જગદીશ આનંદજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથે જ વડોદરાના રાજકીય અગ્રણીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના કલાકારો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ત્યારે સમગ્ર કાર્યક્રમ અંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Most Popular

To Top