તૂટેલી તકતી કોઇએ તોડી હોવાની અફવાથી કેટલાક જૈન લોકોમાં આક્રોશ જોવા મળ્યો
( પ્રતિનિધિ) વડોદરા તા. 30
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જૈનાચાર્ય ધર્મસુરિશ્વરજી મહારાજની તકતી તૂટેલી હાલતમાં જોવા મળતા એક અફવા ફેલાઈ હતી જેમાં કોઇએ જાણી જોઈને શહેરની શાંતિમાં પલીતો ચાપવાના ભાગરૂપે આ તક્તિને તોડી હતી જે વાતથી જૈન સમુદાયના કેટલાક લોકોમાં નારાજગી સાથે આક્રોશ જોવા મળ્યો હતો પરંતુ હકીકત તપાસતા જણાયું હતું કે આ તક્તી કોઇ વાહન ટક્કરે તૂટી હતી ના કે કોઇએ તોડી હતી સમગ્ર વાત માત્ર અફવાથી વિશેષ કંઈ ન હતી આ સમગ્ર મામલે કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દિપક ગાંધીએ જણાવ્યું હતું કે, આ તકતી આમ પણ ટર્નિગ પર વચ્ચે આવતી હતી જેને કાઢીને અન્યત્ર જગ્યાએ લગાવવાની વાતચીત કોર્પોરેશન સાથે ચાલતી હતી ત્યારે આ કોઈ અજાણ્યા વાહન ટક્કરે તૂટી છે કોઇએ તોડી નથી અને તકતી સલામત રીતે કારેલીબાગ જૈન સંઘના સહમંત્રી અજય શાહે વોર્ડમાં લઈ ગયા છે.જૈન સંઘ એક શાતાપ્રિય સમુદાય છે તે કોઇની સાથે વૈમનસ્ય ઇચ્છતા નથી સૌનું કલ્યાણ અને વિશ્વ શાંતિ મા માને છે ત્યારે કોઇપણ જૈન સમુદાયમાં નારાજગી જેવું નથી આ માત્ર એક અફવા જ છે.
