મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આગામી 8 મે સુધી મેન્ટેનન્સની કામગીરી :
આશરે એક લાખ કરતા વધુ લોકોને આકરી ગરમીમાં હાલાકી વેઠવાની ફરજ પડશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ એમજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સની કામગીરી તા.28 થી 8 મે સુધી કરવામાં આવી રહી છે. જેના કારણે વિવિધ ફીડરમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.
,તા.1 મેના રોજ ગોરવા સબ ડિવિઝન, દ્વારકેશ ફીડર, સમા સબ ડિવિઝન, જય અંબે ફીડરના વિસ્તારનો સમાવેશ થાય છે. તા.2 મેના રોજ ફતેગંજ સબ ડિવિઝન, આશાપુરી ફીડર અને અકોટા સબ ડિવિઝન, એમડી રોડ ફીડર વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે, તા.3 મેના રોજ ગોત્રી સબ ડિવિઝન, કર્મજ્યોત ફીડર, કર્મજ્યોત, ગોકુલ ટાઉનશિપ, વ્રજભૂમિ, ડિવાઈન રેસિડન્સી, નીલકંઠ બંગલો, જનક નગર, 4 મેના રોજ ગોરવા સબ ડિવિઝન, ટીસીએસ ફીડર, એલેમ્બિક લિ., ગુડીસ ફીડર, એલેમ્બિક ફાર્મા ફીડર, ફતેગંજ સબડિવિઝન, વેદા ફીડર, ગોવર્ધન ફીડર, તા.5 મેના રોજ વાસણા સબ ડિવિઝન, મધુરમ ફીડર અને અકોટા સબ ડિવિઝન, સરસ્વતી ફીડરનો વિસ્તાર, તા.6 મેના રોજ સમા સબ ડિવિઝન, પાણીની ટાંકી ફીડર, ગોરવા સબ ડિવિઝન, સાંગરિલા ફીડર અને ગોત્રી સબ ડિવિઝન, વહાણવટી ફીડર અને તા. 7 મેના રોજ ફતેગંજ સબડિવિઝન, નિઝામપુરા ફીડર, યુનિવર્સિટી ફીડર, વાસણા સબ ડિવિઝન, પંચમુખી ફીડર અને અકોટા સબ ડિવીઝનના તક્ષ ફીડર તેમજ તા.8 મેના રોજ લક્ષ્મીપુરા સબ ડિવિઝન, આકાશવન ફીડર, ગોરવા સબ ડિવીઝનનું ગુજરાત હાઉસિંગ બોર્ડ ફીડર, સમા સબ ડિવિઝનના પીલોલ ફીડરમાં સવારે 6 થી 10 સુધી ચાર કલાક વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે આશરે 20 થી વધુ ફીડરના એક લાખ ઉપરાંત લોકોને મુશ્કેલી પડનાર છે.