શોભાયાત્રામાં વાણરસીથી આવેલા બ્રાહ્મણો દ્વારા ડમરુ સાથે જ મહા આરતી, તેમજ ‘છાવા’ ફિલ્મના સંભાજી મહારાજનો ડેમોસ્ટ્રેશન ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

તા.29 એપ્રિલના રોજ ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયા,બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ની આગેવાનીમાં સાંજે સાડા પાંચ વાગ્યે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત સૂર્યનગર ખાતેથી ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. શોભાયાત્રાને ભગવાન શ્રી પરશુરામજીની દસ ફૂટ ઉંચી મૂર્તિને ખુલ્લી મૂકી વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.108 શ્રી વ્રજરાજકુમાર મહોદયજી સાથે જ ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, કુબેર ભંડારી કરનાળીના સંતો રજનીભાઇ પંડ્યા ,મહંત દિનેશગીરી,ડો.જ્યોતિર્નાથ મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તદ્પરાંત ભાજપના શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ,મેયર પિન્કીબેન સોની,સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિતના આગેવાનો સહિત વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પદાધિકારીઓ, સભ્યો, બ્રાહ્મણો સાથે જ સનાતની હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ વારાણસી થી આવેલા બ્રાહ્મણો દ્વારા ડમરુ સાથે શિવનાદ સાથે જ લહેરીપુરા દરવાજા પાસે મહા આરતી કરવામાં આવી હતી પ્રથમવાર વારાણસીથી આવેલા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા ગંગા આરતી પરશુરામ આરતી બાદ મહાદેવની આરતી કરવામાં આવી હતી સાથે જ આ શોભાયાત્રામાં ‘છાવા’ ફિલ્મના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું જેમાં છાવા ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે સંભાજી મહારાજને સાંકળથી બાંધેલા લાઇવ ડેમોસ્ટ્રેશન ફ્લોટ પર બેનર લાગ્યું હતું જેના પર લખ્યું હતું કે,”હાથી ઘોડા,તોપ,તલવારે,ફૌજ તો તેરી સારી હૈ પર જંજીરોમે જકડા રાજા મેરા અબ ભી સબ પે ભારી હૈ, બીજા એક બેનર પર સંભાજી મહારાજનો ડાયલોગ “મન કે જીતે જીત હૈ,મન કે હારે હાર. હાર ગયે જો બિના લડે ઉનકો હૈ ધિક્કાર ” રહ્યું હતું.સાથે જ ગત તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમા આવેલ બૈસરન વેલી ખાતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી સહેલાણીઓ ફરવા માટે ગયા હતા તેઓને આતંકવાદીઓ દ્વારા નામ ધર્મ પૂછીને ગોળીઓ ધરબી નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં સૌએ કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ વિરોધ પણ દર્શાવ્યો હતો. શહેરના પાણીગેટ ચાર દરવાજા પહેલાં ‘બટોગે તો કટોગે’ ના બેનર હેઠળ મુસ્લિમો દ્વારા શોભાયાત્રા પર બુલ્ડોઝર પરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.માંડવી નજીક હેરિટેજ ઇમારત એવી ચાર દરવાજા ની રિનોવેશનની કામગીરી ચાલતી હોય એટલા વિસ્તારમાં ડીજે બંધ રાખવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં નવ જગ્યાએ મુસ્લિમ બિરાદરો દ્વારા શૈલેષભાઇ મહેતા તથા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ પાણી તેમજ ઠંડા પીણાના વિતરણ થકી ભાઇચારાનો પરિચય કરાવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ, ક્રાઇમબ્રાન્ચની ટીમ,એસ આર.પી.,મહિલા પોલીસ દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ધાબા પોઇન્ટ,બોડીવોર્મ કેમેરા સહિત પોલીસની ટીમો,ગાડીઓ સાથે રહી હતી


