શિનોર:
જમ્મુ-કાશ્મીરના પહેલગાવમા થયેલા આતંકી હુમલાના 26 મૃતકોને અશ્રુભીની શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ શિનોર તાલુકાના નાનકડા ગામ એવા તેરસા ખાતે રાખવામાં આવ્યો હતો.
શિનોર તાલુકાના નાનકડા એવા તેરસા ગામ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા આતંકી હુમલાના વિરોધમાં ભાથીજી દાદાના પટાંગણમાં સર્વ જ્ઞાતિના લોકોએ ભેગા થઈને મીણબત્તી સળગાવીને 26 મુતકો ને શ્રદ્ધાંજલિ આપી હતી. ગામના વડીલો અને યુવાનો આ શ્રધાંજલિ કાર્યક્રમ મોટી સંખ્યામાં જોડાયા હતા.