પાકિસ્તાન સામેના ગુસ્સાની અભિવ્યક્તિ?
પ્રતિનિધિ વડોદરા તારીખ 29
પહેલગામ માં થયેલા આતંકી હુમલાબાદ વડોદરામાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કારેલીબાગ વિસ્તારમાં પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર જાહેર રોડ પર લગાવાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી રોડ પરથી પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર હટાવી નાખ્યા હતા. આ પોસ્ટર કોણે અને ક્યારે લગાવ્યા તેની તપાસ કરવા માટે પોલીસ દ્વારા આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓ દ્વારા ફરવા માટે ગયેલા હિન્દુ લોકો પર ગોળીબાર કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશી સહિત અન્ય દેશના નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં 1700 શંકાસ્પદ લોકોને પોલીસ દ્વારા ચેક કરાયા છે. જેમાંથી 9 બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું છે. આ લોકોને પોલીસે હાલમાં ડીટેન કરાયા છે અને આગામી દિવસમાં રિપોર્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સમગ્ર શહેરમાં રહેતા શંકાસ્પદ લોકોને ચેક કરાયા હતાં
. કારેલીબાગ વિસ્તારમાં આવેલી વાઘેશ્વરી સોસાયટી, અંબિકા વિદ્યાલય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ચંદ્રાવતી સર્કલ સોસાયટી પાસે જાહેર રોડ પર પાકિસ્તાન ધ્વજના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર્તા દ્વારા પોલીસને જાણ કરાતા કારેલીબાગ પોલીસ સ્ટેશન નો સ્ટાફ તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો અને રોડ પર લગાવેલા પાકિસ્તાનની ધ્વજના પોસ્ટર કાઢી નાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ પોસ્ટર કોના દ્વારા અને અને ક્યારે લગાવવામાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરાય છે. તેના માટે પોલીસે કારેલીબાગ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રિના સમયે આ પોસ્ટર લગાડવામાં આવ્યા હોય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે.
રોડ પર લાગેલા પોસ્ટર પાકિસ્તાનના ધ્વજ પરથી વાહનો પસાર થાય અને લોકોના પગ તળે આ ધ્વજ રગડોદાય તે માટે લગાવાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.