Vadodara

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત લથડી : ICUમાં સારવાર હેઠળ

તબીબોના જણાવ્યા અનુસાર તબિયતમાં સુધારો, પરિવારજનો અને પક્ષના આગેવાનોએ મુલાકાત લીધી

વડોદરાના સિનીયર અને માંજલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત બગડતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વધતા તેમની તબિયત લથડી હતી, જેના પગલે તાત્કાલિક સારવાર માટે તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ હાલ તેમની તબિયતમાં થોડો સુધારો નોંધાયો છે અને તેઓ તબીબી દેખરેખ હેઠળ છે. પરિવારજનો ઉપરાંત શહેર ભાજપાના આગેવાનો અને શુભેચ્છકો હોસ્પિટલમાં પહોંચી તેમનું આરોગ્ય પુછાણ કરી રહ્યા છે. યોગેશ પટેલ વર્ષોથી રાજકારણમાં સક્રિય રહી વડોદરા શહેરમાં તેમની મજબૂત ઓળખ ઉભી કરી છે.

Most Popular

To Top