Vadodara

કિશનવાડીમાં જિઓ કંપનીના ગોડાઉનમાંથી 06નંગ બેટરીની ચોરી

એક્ષીકોમ -100એ.એચ. બેટરી એક ની આશરે કિંમત રૂ 10,000 લેખે કુલ 06 નંગ બેટરી ચોરાઇ

(પ્રતિનિધિ) વડોદરા તા. 28

શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા જિઓ કંપનીના ગોડાઉનમાંથી 06નંગ એક્ષીકોમ -100 એ.એચ.બેટરી જેની આશરે કિંમત રૂ 60,000ના મુદ્દામાલની ચોરી થયા અંગેની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં હાલમાં પોલીસનું દિવસ રાત સઘન પેટ્રોલિંગ, સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે જ શહેરના તમામ ચારરસ્તા વિસ્તારમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તો કચકડે દેખાઇ જાય છે પરંતુ શહેરમાં તસ્કરો રાત્રે ચોરીની ઘટનાઓને અંજામ આપે છે તે પકડાતાં જ નથી. શહેરમાં તસ્કરો બેખૌફ બની ચોરીની ઘટના ને અંજામ આપી રહ્યા છે જાણે પોલીસને પડકાર આપતા હોય તેમ હવે તો પોલીસ ચોકી નજીક પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે આવો જ એક કેસ શહેરના કિશનવાડી વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં અમદાવાદ, સરખેજ રોડ ખાતે આવેલા પોસ્ટલ સોસાયટીમાં રહેતા મોહંમદ કલીમ મોહંમદ નઝીર શેખ પ્રતાપ ટેક્નોક્રેટ પ્રા.લિ. કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓ સમગ્ર ગુજરાતમાં જિઓ કંપનીના ટાવરોનુ ઓપરેશન અને મેઇન્ટેનન્સ ની કામગીરી કરે છે ગત તા 25 એપ્રિલના રોજ રાત્રે દશેક વાગ્યે વડોદરાના મેનેજર આશિષ સંજયકુમાર ત્યાગીએ ફોન કરીને મોહંમદ કલીમને જણાવ્યું હતું કે, શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા કિશનવાડી પોલીસ ચોકી સામે ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં આવેલ મકાન નંબર 21મા જિઓ કંપનીના ગોડાઉનમાંથી ઉપયોગ કરેલી કુલ 06 નંગ એક્ષીકોમ 100-એ.એચ. બેટરી જેની આશરે કિંમત રૂ 60,000ની ચોરી થયાનું જણાવ્યું હતું.ગતતા. 10 એપ્રિલના રોજ આશિષ કુમારે બપોરે ગોડાઉનમાં ચેક કરતાં બેટરી હતી પરંતુ તા. 25-04-2025 ના રોજ સવારે અગિયાર વાગ્યે બેટરી ચેક કરતાં ગોડાઉનમાં ન હતી જેથી તપાસ હાથ ધરી હતી પરંતુ બેટરીઓ મળી ન હતી જે અંગેની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top