આગમાં કોઇપણ પ્રકારનું નુકસાન કે ઇજા થવા પામી ન હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 27
શહેરના વડસર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર સામેના યુગધર્મ સ્ટેશનરી સ્ટોર સામે લાગેલા વીજ મીટરમાં અચાનક આગ લાગતાં સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડ ટીમ મકરપુરા તથા વીજ કંપનીના અધિકારીઓને કરાતાં વીજ કંપનીના કર્મીઓએ તાત્કાલિક વીજ પૂરવઠો બંધ કર્યો હતો અને ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ઓવરલોડ પાવર ને કારણે વીજ મીટરો,વીજ થાંભલા પર આગના બનાવો બની રહ્યા છે ત્યારે શહેરના વડસર થી મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર સામેના યુગ ધર્મ સ્ટેશનરી ના સ્ટોર સામે આગળ મીટરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં મીટર સળગતા અફરાતફરી મચી જવા પામી હતી જે અંગેની જાણ તાત્કાલિક ફાયર અને ઇમરજન્સી વિભાગ મકરપુરા ને તથા 108 જેવી તાત્કાલિક સેવાને સાથે જ મધ્ય ગુજરાત વીજ કંપની લી.ને કોલ કરતા તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લી. ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.