દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ના શુભ પાવન પર્વે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયા તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભ
બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. 29 મી એપ્રિલના રોજ સાંજે 5 કલાકે અખાત્રીજ પર્વે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ની આગેવાનીમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયારોડ ખાતે આવેલા કુસુમ બંગ્લા સૂર્ય નગરથી અમદાવાદી પોળ સ્થિત શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધીની ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નિકળશે જે રાત્રે 9 કલાકે પૂર્ણ થશે જે અંગે આજરોજ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામની શોભાયાત્રામાં 1100 મહિલાઓ અને યુવતીઓ સૌથી આગળ કેસરિયા સાફા સાથે રહેશે, જ્યારે ભાઇઓ કેસરી ટી શર્ટ અને કુર્તા માં રહેશે આ વર્ષે ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય પ્રતિમા સાથે શોભાયાત્રા યોજાશે આ શોભાયાત્રામાં તાજેતરમાં જ પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને નિર્દોષ 26 સહેલણીઓની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તે મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે જ આતંકવાદના વિરોધમાં હાથે કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે, પ્રથમવાર વારાણસીથી બ્રાહ્મણો ડમરું સાથે શોભાયાત્રાનું આકર્ષણ બનશે,આ વર્ષે ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય પ્રતિમા પણ શોભાયાત્રામાં રહેશે જ્યાં અમદાવાદી પોળ ખાતે મહા આરતી કરવામાં આવશે. ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ની શોભાયાત્રામાં ‘વન નેશન,વન ઇલેક્શન’ જનજાગૃતિ નો ટેબ્લો પણ રાખવામાં આવ્યો છે ગરમીને ધ્યાનમાં રાખીને આ વર્ષે સાંજે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રામાં ફક્ત બ્રાહ્મણો જ નહીં પરંતુ તમામ સનાતન ધર્મ અને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાશે. ગુજરાતમાં પ્રથમવાર ભગવાન શ્રી પરશુરામજીનુ ધાર્મિક ભક્તિ,શૌર્યગીત બીરજુ કંથારિયા, રંગદત મહંત તથા તેમની ટીમ દ્વારા સાત દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે જેને પ્રોડ્યુસ શૈલેષભાઇ મહેતા, મીનાબેન શૈલેષભાઇ મહેતા દ્વારા બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચના બેનર હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે જેના શબ્દો છે ‘ જય સનાતન,વિજય સનાતન
સર્વ સનાતન પરશુરામ
ભગવા પતાકા લહેરા દો,
ઇસ જગમેં સનાતન પરશુરામ’
આ પ્રસંગે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય એવા શૈલેષભાઇ મહેતા ( સોટ્ટા) દ્વારા તમામ બ્રાહ્મણો તથા સનાતનીઓને ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે નિકળનારી શોભાયાત્રામાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચના પ્રમુખ અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ કિરીટભાઈ જોષી, મ્યુનિસિપલ કાઉન્સિલરો જાગૃતિબેન કાકા રૂપલબેન મહેતા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મિનેષ પંડ્યા, વર્ષ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ માલવ ઉપાધ્યાય, મહામંત્રી મુક્તેશ ત્રિવેદી, સહિતના આગેવાનો તથા મિડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

