Singvad

સિંગવડ ખાતે મસ્જિદમાં આવેલા બાર જેટલા ગોધરાના જમાત વાળાના ડોક્યુમેન્ટ્સ ચેક કરાયા

સિંગવડ : રણધીપુર પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને સિંગવડના અમુક જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રણધીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એન. કે.ચૌધરી દ્વારા રણધીપુર એલ આઈ બી ઇન્સ્પેક્ટર, બીટ જમાદાર તથા આઉટ પોસ્ટના જમાદારોને સાથે રાખીને સિંગવડ ખાતે મસ્જિદ માં આવેલા બાર જેટલા ગોધરાના જમાતવાળાના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા હતા.

આ સાથે સિંગવડ ખાતે બહારથી આવીને ગુલ્ફી નો ધંધો કરતા લોકોના પણ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર બજારમાં પણ તપાસ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂર્તિ કાળજી લેવા માટે રણધીકપુર પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી.

Most Popular

To Top