સિંગવડ : સિંગવડ તાલુકાના પાણીવેલા ગામે એક દીપડો બે દિવસથી ખાલી મૂકી રાખેલા નાળાની અંદરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે તેની જાણ આજુબાજુ રહેતા લોકો દ્વારા રણધીપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં કરતા ફોરેસ્ટ ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમને આ દીપડાને ત્યાં મૃત હાલતમાં દેખતા તેમને એવું લાગ્યું કે આ દીપડો પાણીની શોધમાં આવ્યો હતો કા પછી દીપડાને કોઈ એવી જગ્યાએ વાગ્યું હતું કે જેના લીધે તેની જીભ તે જગ્યા નહિ પહોંચતા ધીરે ધીરે એ ઇજાઓ વકરી જતા તે દીપડો આ નાળાની અંદર ભરાઈને મરણ પામ્યો હતો.

દીપડાને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા માતાના પાલ્લા નર્સરી ખાતે લાવી આ દીપડાનું બે ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી દીપડાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો જ્યારે પોસ્ટ મોટમ રીપોર્ટ આવ્યા પછી ખબર પડશે કે તે દીપડાનું મરણ કેવી રીતના થયું હતું તેમ સિંગવડ રેન્જના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું