Vadodara

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના રોડ-ડિવાઈડર કામો અધૂરા, શહેરમાં અકસ્માતોનો ભય


નગરજનોમાં આક્રોશ, કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહીની માંગ

શહેરના રસ્તાઓ પર રો મટીરીયલ ફેલાઈ જવાથી અકસ્માતોનું જોખમ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ, રસ્તા અને ડિવાઈડર જેવા કામો મંજૂર કરવામાં આવે છે. આ કામો માટે કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં આ કામો અધૂરા અને બિનમર્યાદિત હાલતમાં જોવા મળતા વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ અને ડિવાઈડર પર કામ અધૂરા હોવાના કારણે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતું મટીરીયલ રસ્તા પર ફેલાયેલું જોવા મળે છે. આ કારણે વાહનો સ્લીપ થઈ જતા અનેક અકસ્માતો થતા રહે છે, જેમાં ઘણા વખત નિર્દોષ લોકો અને બાળકોને પણ ઈજા થવાની ઘટના બની છે.


અધૂરા કામોને કારણે એક તરફનો માર્ગ મટીરીયલથી ભરેલો હોવાથી વાહનવ્યવહાર માટે રસ્તાનો એક ભાગ બંધ કરવામાં આવ્યો છે. આથી વાહનચાલકો સિંગલ પટ્ટી માર્ગ પર જ પસાર થવા મજબૂર છે, જેના કારણે વાહનો આમને સામને આવી જતા અકસ્માતો થવાની શક્યતા વધી છે. આ સ્થિતિમાં નાગરિકોના જીવનને ગંભીર જોખમ છે.



જોકે આ મુદ્દા અંગે નગરજનો દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, છતાં પાલિકા તંત્ર અને સંબંધિત અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરતા રહે છે અને કામ અધૂરા છોડી દેતા રહે છે, જેનાથી નગરજનોમાં આક્રોશ ફેલાયો છે.
આ સ્થિતિને લઈ નગરજનોમાં ભારે ચિંતા અને આક્રોશ ફેલાયો છે, અને તેઓ તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખે છે.
વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓએ આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવી જરૂરી છે, નહીં તો આ માર્ગો પર અકસ્માતોની સંખ્યા વધતી જવાની શક્યતા છે, જે નગરજનો માટે ગંભીર જોખમ બની રહે

કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી કડક કાર્યવાહી કરવી…
નગરજનો અને સામાજિક સંગઠનો દ્વારા વડોદરા મહાનગરપાલિકાને અનેક વાર ફરિયાદો કરી છે કે જે કોન્ટ્રાક્ટરો પોતાના કામમાં લાપરવાહી કરે છે અને શહેરના વિકાસને નુકસાન પહોંચાડે છે, તેમને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જેથી ભવિષ્યમાં આવા અધૂરા અને જોખમી કામો અટકાવવામાં આવે અને શહેરમાં સુરક્ષિત અને વ્યવસ્થિત માર્ગ વ્યવહાર સુનિશ્ચિત થાય.

Most Popular

To Top