Vadodara

પાદરા નજીકથી બે કારમાથી વિદેશી શરાબનો જંગી જથ્થો પકડાયો

દારૂ – બિયરના જથ્થા સાથે ત્રિપુટીને પોલીસે દબોચી લીધી
બે કાર, શરાબનો જથ્થો અને બે મોબાઈલ ફોન સહિત.કુલ રૂા.૧૨.૮૫ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
વડોદરા: વિદેશી શરાબનો જંગી જથ્થો લઈને ચોક્કસ કલર અને નંબરવાળી કાર પાદરા નજીકથી પસાર થવાની છે તેવી બાતમી પોલીસને મળી હતી. પાદરા પોલીસ મથકના પીએસઆઈ આર સી ધુમ્મડ અને તેમના સ્ટાફે તાજપુરા રોડ અરિહંત સોસાયટી પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબની પુરઝડપે આવી રહેલી બે કારને અટકાવીને પોલીસે ઝીણવટભર્યું ચેકીંગ કરતા ચોંકી ઉઠી હતી. બંને કારની ડેકી અને પાછળની સીટ ઉપર વિદેશી શરાબનો જથ્થો તેમજ બિયર ના ટીન મળી આવ્યા હતા પોલીસે ગણતરી કરતા રૂ. ૭૮,૪૦૦નો વિદેશી શરાબ મળી આવ્યો હતો. તેથી પોલીસે કાર, વિદેશી શરાબ. બે મોબાઈલ ફોન અને બે વાહન મળી કુલ રૂ.૧૨,૮૫,૪૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો અને બે ડ્રાઇવર સહિત ત્રણની અટકાયત કરી હતી.


પોલીસે છાપો માર્યા બાદ ઝડપાયેલા ખેપિયાઑની પૂછતાછ હાથ ધરી હતી. વડોદરાના વારસિયા ધોબી તળાવ પાસે ઇન્દ્રલોક ટાઉનશીપમાં રહેતા ૨૮ વર્ષના ડ્રાઇવર મોહિત ફૂલવાણી અને રાજસ્થાનના ડ્રાઈવર રાજેન્દ્રસિંહ રાઠોડ બે ડ્રાઇવર તેમજ વડોદરાના ફતેપુરા ગુજરાત ટેકરામાં રહેતા ૩૧ વર્ષના મૌનિક ચૌધરી પાદરાના અજાણ્યા બુટલેગરને દારૂનો જથ્થો પૂરો પાડવા આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પહેલી જ વાર દારૂની ખેપ મારવા આવેલા ત્રણે ત્રણ ઈસમો પોલીસના સકંજામાં આવી ગયા હતા. પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top