સિંગવડ: સિંગવડ તાલુકામાં નવા સ્માર્ટ મીટરો બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેના લીધે વીજ કંપનીના ગ્રાહકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

સિંગવડ તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સિંગવડ નગર ખાતે L&t કંપની દ્વારા આ નવા સ્માર્ટ મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હોય જ્યારે લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે જ સ્માર્ટ મીટરો સિંગવડ નગર તથા તાલુકામાં નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ સ્માર્ટ મીટરનો બદલવાનો આખા ગુજરાતમાં વિરોધ પણ થયો હતો. જ્યારે સરકારી તંત્ર તથા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા થોડાક સમય માટે મીટરો લગાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે વિરોધ શાંત પડી જતા પાછા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આ સ્માર્ટ મીટર લગાવવાનું કોન્ટ્રાક્ટરો દ્વારા ગામડાઓમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે.

જ્યારે વીજ ગ્રાહકો દ્વારા મીટર લગાવવાના કારણ પૂછતા કોન્ટ્રાક્ટરો દ્વારા એમ કહેવામાં આવે છે કે આ જે રીતના મીટર છે એ રીતના જ મીટર નાખવામાં આવ્યા છે. એક વર્ષ સુધી આનામાં આ રીતના જ ચાલવાના છે. તેમ કહીને વીજ ગ્રાહકોના વીજ મીટર બદલવામાં આવતા હોય છે. જ્યારે ખરેખર આ વીજ ગ્રાહકોને આ સ્માર્ટ મીટર લગાડવામાં તો આવ્યા છે તે પહેલા લગાવવામાં આવવાના હતા એ તો નથી ને તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જ્યારે વીજ ગ્રાહકોનો વિરોધ હોવાથી આ વીજ કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા આ વીજ મીટર ફરજિયાત બદલવાના હોય તેમ કહીને ગામડામાં અભણ તથા શિક્ષિત લોકોને સમજાવીને આ મીટરો બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ સ્માર્ટ મીટરો બદલવામાં આવે છે તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે