Vadodara

વડોદરાનું ગૌરવ, હર્ષિતા ગોયલ UPSC પરીક્ષામાં દેશમાં દ્વિતીય


1009 પરીક્ષાર્થીઓ વચ્ચે વડોદરાની હર્ષિતાએ નામ રોશન કર્યું
વડોદરા: સંસ્કારી નગરીની વિવિધ શાળાઓમાં ખંતપૂર્વક અભ્યાસ કરીને તદ્દન મધ્યમ વર્ગના પરિવારની દીકરી એ UPSCની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરતા વડોદરાવાસીઓનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે.ભારત દેશ માં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય અને વડોદરા શહેર નું નામ રોશન કર્યું છે. તાજેતરમાં જાહેર થયેલા UPSC પરીક્ષાના પરિણામો માં હર્ષિતા ગોયલ ના નામ ની જાહેરાત થઈ હતી. તે સાથે જ તેના પરિવાર તેમજ સગા સબંધીઓ સહિત વડોદરાની પ્રજામાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી હર્ષિતા ગોયલ દ્વારા વર્ષ 2015 માં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપ્યા બાદ એમ.એસ. યુનિવર્સિટી ખાતે સ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરી ને સી.એ નો અભ્યાસ કરવામાં આવ્યો હતો.


હર્ષિતા ગોયલ ની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ વડોદરાવાસીઓએ તેના પરિવાર ને અભિનંદન પાઠવ્યા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા દેશની સૌથી કઠિન અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક છે. યુપીએસસી દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસની 2024ની પરીક્ષામાં 1,009 ઉમેદવાર પાસ થયા હતા. જેમાં પ્રથમ ક્રમે પ્રયાગરાજની શક્તિ દુબે બાદ દ્વિતીય ક્રમે હર્ષિતા ગોયલ ,ડોંગરે અર્ચિત પરાગ ત્રીજા ક્રમે જ્યારે ચોથા ક્રમે સાર માર્ગી પાંચમા ક્રમે ,આયુષ ગર્ગ છઠ્ઠા ક્રમે, કોમલ પુનિયા અને સાતમા ક્રમે આયુષી બંસલ તેમજ ટોપ 30 મા સ્મિતા પંચાલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. (૧)ભારતીય વહીવટી સેના આઈએએસ (૨) ભારતીય વિદેશ સેવા આઇએફએસ (૩) ભારતીય પોલીસ સેવા આઇપીએસ અને (૪) અન્ય કેન્દ્રીય સેવા ઉપર ગ્રુપ a અને b ના પદો ઉપર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નિમણૂક કરશે.
: હર્ષિતા ગોયલ આજે પરત થશે.
વડોદરાની યસ કલગીમાં વધુ એક સોનેરી પીછું ઉમેરનાર હર્ષિતા ગોયલ તદ્દન મધ્યમ પરિવાર માંથી આવે છે મૂળ ખંભાતના રહેવાસી હર્ષીતાના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે નાનપણથી જ માતાનું છત્ર ગુમાવી દેનાર હર્ષિતાના પિતાએ નોકરી ઘર અને સંતાનો પ્રત્યે અનહદ લગાવ હોવાના કારણે પુત્રીને અભ્યાસમાં અવિરત પ્રોત્સાહિત કરતા હતા પિતાની લાગણી અને અભ્યાસનો ખંત તેને આજે કામે લાગ્યો. પરિણામ બાદ ખૂબ જ ખુશખુશાલ હર્ષિતા એ જણાવ્યું હતું કે હું મારા પરિવારમાં સિવિલ સેવામાં સામેલ થનાર પ્રથમ છું. મારા ગુરુ સમાન મારા પિતાએ મને સતત પ્રોત્સાહિત કરીને માત્ર ને માત્ર મારા અભ્યાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવા મદદ કરતા હતા. હું નાનપણથી જ આઈએએસ બનવા ના સપના જોતી હતી એ મારા જીવનનું લક્ષ્ય હતું જે પૂરું કરીને હવે હું લોકોના જીવનમાં સુખ શાંતિ બની રહે તેવા ઉમદા પ્રયત્નો કરતી રહીશ ખાસ કરીને મહિલાનો વિકાસ માટે વધુમાં વધુ પ્રયાસ કરીશ. જીવન માટે સ્વપ્ન દ્રષ્ટા હર્ષિતા એ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે વધુમાં વધુ મહેનત કરીને ઊંચી ઉડાન ભરવાની ભરપૂર ઈચ્છાઓ છે

Most Popular

To Top