એક ગ્રાહક પાસેથી સોનાનો સેટ બનાવી આપવા 50,000ઓનલાઇન તથા સોનાની ચેઇન રૂ.90,000ની આપીને કુલ રૂ 1,40,000, (સોનાની બુટ્ટી જેની અંદાજે કિંમત રૂ 30,000 સાથે) અને અન્ય એક ગ્રાહકને સોનાની બુટ્ટીની ડિઝાઇનના રૂ 19,900મળી કુલ રૂ 1,59,900ની છેતરપિંડી.
સમગ્ર મામલે ગોરવા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
કોયલી ગામના એક બહેનના ભાઇના લગ્ન હોવાથી શહેરના ગોરવા ગામના જ્વેલર્સ ને ત્યાં સસ્તામાં સોનાના દાગીના નો સેટ તૈયાર કરી આપવાનું જણાવી તેઓ પાસેથી રૂ.50,000 ઓનલાઇન પેમેન્ટ થકી અને એક સોનાની ચેઇન રૂ.90,000મળીને કુલ રૂ.1,40,000 તથા સોનાની બુટ્ટી સાથે તથા અન્ય એક ગ્રાહક પાસેથી રૂ.19,900મેળવી કુલ રૂ 1,59,900 લઈ દુકાન અને ફોન બંધ કરી દેતાં ચાર વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ‘ તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરના શેરખી રોડ પર આવેલા કોયલી ગામમાં યાસ્મીના આરીફ ચંદુભાઇ રાણા પરિવાર સાથે રહે છે તેમના ભાઇના લગ્ન હોય લગ્ન પ્રસંગે સોનાનો સેટ બનાવવાનો હોય તેઓએ ગોરવા ગામના ક્રિશ્ના જ્વેલર્સ નો ગત તા.05-09-2023 ના રોજ સંપર્ક કર્યો હતો અને દુકાન પર જ્વેલર્સ માલિક શાંતિલાલ સોની, સુરેશ શાંતિલાલ સોની, દર્શન શાંતિલાલ સોની તથા રામેશ્વર શાંતિલાલ સોની સાથે વાતચીત કરતા તેમણે 05 સપ્ટેમ્બર,2023 ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ રૂ.55 હજારનો હોવાનું જણાવ્યું હતું અને સેટ રૂ.1,40,000મા દસ દિવસમાં તૈયાર કરી આપવાની વાત કરતાં મહિલાએ ગુગલ પે ઓનલાઇન થકી રૂ 50,000 તથા તા.06 સપ્ટેમ્બર ના રોજ જૂની સોનાની ચેઇન જેની કિંમત રૂ 90,000ની આપી એમ કુલ રૂ 1,40,000આપ્યા હતા અને દસ દિવસ બાદ સેટ બાબતે પૂછતાં દર્શન સોનીએ હાલમાં સેટ તૈયાર થયો નથી તેમ જણાવ્યું હતું (સેટ સાથે સોનાની બુટ્ટી જેનું આશરે વજન 5.8ગ્રામ જેની આશરે કિંમત રૂ 30,000) સેટ સાથે મેચ કરવા આપી હતી ત્યારબાદ દુકાને જતા ત્યાં શાંતિલાલ સોની,સુરેશ અને રામેશ્વર સોની મળ્યા હતા અને સેટ તૈયાર થયો ન હોય પંદર દિવસમાં બની જશે તેમ જણાવ્યું હતું. પંદર દિવસ બાદ ગોરવા ક્રિશ્ના જ્વેલર્સ ની દુકાને ગયા હતા જ્યાં દુકાન બંધ જણાઇ હતી સોનાના સેટ બાબતે મોબાઇલ ફોન પર પૂછતાં સરખો જવાબ આપતા ન હતા અને વારંવાર તપાસ કરતાં દુકાન બંધ મળી હતી આજદિન સુધી સોનાનો સેટ બનાવી ન આપી ફોન બંધ કરી દીધો હોય કુલ રૂ 1,40,000 તથા સોનાની બુટ્ટી જેની આશરે કિંમત રૂ 30,000પરત ન કરી ઠગાઇ કરી હતી તેમજ અન્ય એક ગોરવાના રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા ગ્રાહક ટ્વિંકલ બેન મનોજકુમાર પારેખ પાસેથી પણ 19,900ની રકમ મેળવી કુલ રૂ 1,59,900જેટલી રકમની છેતરપિંડી કરી હોવાના મામલે ક્રિશ્ના જ્વેલર્સ ગોરવાના માલિક સહિત કુલ ચાર વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.