Vadodara

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં કચરાપેટી ડમ્પીંગ સ્ટેશન બનાવવાનો વિરોધ

ડમ્પીંગ સ્ટેશન ની કામગીરી ચાલુ છે ત્યાં સ્થાનિકો અનિશ્ચિત મુદતના ધરણાં પર બેસી ગયા

(પ્રતિનિધિ) વડોદરા તા.21

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક પાલિકા તંત્ર દ્વારા ડમ્પીંગ સ્ટેશન બનાવવાના વિરોધમાં સ્થાનિકો અનિશ્ચિત મુદતના ઉપવાસ આંદોલન સાથે વિરોધ પ્રદર્શન પર બેઠા.

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પંપીંગ સ્ટેશન નજીક અગાઉથી જ સ્લોટર હાઉસ આવેલું છે જેના કારણે અહીં આસપાસના 1500 જેટલા સ્લમ વિસ્તારના લોકો સહિત અન્ય સોસાયટીઓના રહીશો પણ પરેશાન છે કારણ કે ખરાબ દુર્ગંધ ને કારણે લોકો બીમાર પડી રહ્યા છે તીવ્ર દુર્ગંધ થી લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે સ્થાનિક કાઉન્સિલર અને વર્તમાન વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ) દ્વારા છેલ્લા કેટલાક સમયથી સ્લોટર હાઉસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ડમ્પીંગ સ્ટેશન બનાવવા જઇ રહ્યું છે જ્યારે કે અહીં અગાઉથીજ સ્થાનિકો સ્લોટર હાઉસ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી પરેશાન છે અને હવે પાલિકા તંત્ર દ્વારા ડમ્પીંગ સ્ટેશન બનાવવાની હિલચાલ સામે સ્થાનિકો દ્વારા અહીં બેસી અનિશ્ચિત મુદતના ઉપવાસ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.સ્થાનિકોના આક્ષેપો મુજબ કાઉન્સિલર અને વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સિવાય અન્ય કોઈ કાઉન્સિલર અહીં લોકોની સમસ્યા મુદ્દે જોતાં નથી, બોલતા નથી ત્યારે આ વિરોધ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પાલિકાના અધિકારીઓ કે સ્થાનિક કાઉન્સિલરો આવીને ડમ્પીંગ સ્ટેશન નહીં બનાવવા નૅ ખાતરી આપશે.આકરા તડકામાં સ્લમ વિસ્તારના લોકો આઝાદ યુથના પ્રદેશ પ્રમુખ સાગર સિંહ ઠાકોરની આગેવાનીમાં જમીન પર બેસી અનિશ્ચિત મુદતના ઉપવાસ આંદોલન સાથે વિરોધ પ્રદર્શન પર બેસી ગયા હતા.

Most Popular

To Top