Limkheda

લીમખેડા મામલતદારની અનોખી પહેલ, 32 કર્મચારીઓ સાથે 18 કિ.મી. નર્મદા પરિક્રમા કરી

આધ્યાત્મિક યાત્રા, નર્મદા મૈયાની ભક્તિ અને ટીમની એકતાનો અનોખો સંગમ

લીમખેડા: લીમખેડા મામલતદાર અનિલ વસાવાએ કર્મચારીઓમાં એકતા અને આધ્યાત્મિક ભાવના જગાડવા માટે એક અનોખી પહેલ કરી છે. તેમણે મામલતદાર કચેરીના 32 કર્મચારીઓ સાથે 18 કિલોમીટરની નર્મદા પરિક્રમાનું આયોજન કર્યું હતુ.”
“આ યાત્રામાં લીમખેડા મામલતદાર કચેરીના નાયબ મામલતદારો, ક્લાર્ક, મહેસૂલી તલાટીઓ અને કોમ્પ્યુટર ઓપરેટર સહિત તમામ કર્મચારીઓ જોડાયા હતા, યાત્રાનો સંપૂર્ણ ખર્ચ મામલતદાર અનિલ વસાવાએ પોતે ઉઠાવ્યો હતો, આ પરિક્રમા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામના કીડીમકોડી ઘાટથી, ખાસ કરીને રણછોડજી મંદિરથી શરૂ કરવામા આવી હતી. નર્મદા નદીના ઉત્તર કાંઠેથી શરૂ થઈ. નદીને ડાબી બાજુએ રાખીને યાત્રા કરવામાં આવી હતી.”

“યાત્રા દરમિયાન કર્મચારીઓએ રણછોડજી મંદિર (રામપુરા), નર્મદેશ્વર મંદિર, હનુમાન મંદિર અને ગરુડેશ્વર મંદિરના દર્શન કર્યા. તેમણે નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી અને નદીમાં સ્નાન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મામલતદાર અનીલ વસાવાનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ અને એકતાની ભાવના વધારવાનો હતો. કર્મચારીઓએ આ અનુભવને અવિસ્મરણીય ગણાવ્યો. આ પહેલ કર્મચારીઓના વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. સાથે જ અન્ય અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

Most Popular

To Top