(પ્રતિનિધિ) વડોદરા તા 18
શહેરના હરણી વિસ્તારમાં આવેલા હરણી મોટનાથ રેસિડેન્સી વિસ્તારમાં આવેલા એક વીજ થાંભલામાં શુક્રવારે સાંજે અચાનક આગ લાગી હતી જેના કારણે આ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાન થયા હતા.
શહેરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે વીજમાગ પણ વધી છે બીજી તરફ શહેરમાં પ્રતિદિન આગના બનાવો પણ વધી ગયા છે ત્યારે શુક્રવારે શહેરના હરણી વિસ્તારમાં આવેલા હરણી મોટનાથ રેસિડેન્સી વિસ્તારમાં આવેલા એક વીજ થાંભલામાં સાંજના સુમારે આગ લાગી હતી જોતજોતાંમાં આગ વધારે ભભૂકી ઊઠી હતી અને સળગતી આગ નીચે પડતાં નીચે કચરામાં પણ આગ લાગી હતી. વીજ થાંભલામાં આગને કારણે સમગ્ર મોટનાથ રેસિડેન્સી સહિત આસપાસના સોસાયટીમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો.સાજના રસોઇ બનાવવાના સમયે જ વીજ પૂરવઠો ખોરવાતા સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો ઉપરથી ગરમીને કારણે વૃધ્ધ અને બીમાર લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડ તથા વીજ કંપનીને કરતાં તાત્કાલિક વીજ કંપની ના કર્મચારીઓ દોડી આવ્યા હતા સાથે જ ફાયર વિભાગ ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી વીજલાઇન બંધ કરી આગ પર કાબૂ મેળવવા તથા પુનઃ વીજ પૂરવઠો સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી.