Vadodara

આ છે વડોદરા કોર્પોરેશનની પ્રિ મોન્સુન કામગીરી, બાળકોને ગટરમાં ઉતારી કચરો સાફ કરાવાયો


કોન્ટ્રાક્ટરની હાજરીમાં બાળકો ગટરમાં ઉતરી કચરો સાફ કરતા નજરે પડ્યા

સ્થાનિકોએ સવાલ કરતા કોન્ટ્રાકટર સ્થળ છોડી જતો રહ્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના કાર્યસ્થળ પર એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં બાળ મજૂરોને પ્રિ-મોન્સૂન કાર્યના ભાગ રૂપે વરસાદી પાણીના ગટર સાફ કરવા માટે કામે રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોએ બાળકોને કોઈપણ સલામતીના પગલાં વિના ગટરમાંથી કાદવ કાઢતા જોયા હોવાના અહેવાલ આપ્યા છે, જેનાથી તેમની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે.



બાળ મજૂરીનો કથિત ઉપયોગ એક સુપરવાઇઝરની હાજરીમાં જોવા મળ્યો હતો, જે આ બાબત અંગે પૂછપરછ કરવામાં આવતા સ્થળ પરથી ગાયબ થઈ ગયો હોવાના અહેવાલ છે. VMC ના પ્રી-મોન્સૂન કાર્યનો હેતુ આગામી સમય માટે શહેરમાં આવનારા ચોમાસામાં વરસાદી કાંસો તેમજ ડ્રેનેજો માં પાણી ભરાઈ ન જાય અને વરસાદી પાણી કાસ તેમજ ગટર ના માધ્યમથી નિકાલ થઈ જાય અને જલ ભરાવ ન થાય તેમ જ લોકોને પાણી ભરાવાની સમસ્યાથી નિજાત મળે કે હેતુ થી કામગીરી કરાવવામાં આવી રહ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી દરમિયાન બાળમજૂરીનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટરને સ્થાનિકો દ્વારા બાળમજૂરી બાબતે પ્રશ્નો કરતા કોન્ટ્રાક્ટર સ્થળ પરથી ગુમ થઈ ગયો હતો ત્યારે પાલિકાના અધિકારીઓ પર પણ સવાલો ઊભા થયા છે.

Most Popular

To Top