મણીપુરમાં રાષ્ટ્રપતિ શાશન લાદવાની ચર્ચા મુદ્દે અમિત શાહે ત્રણ મહત્વના મુદ્દે દલીલ કરી છે. જે મુજબ જાતિ હિંસા ફક્ત ભાજપ સરકાર હેઠળ જ થઈ નથી, હિંસા ન થવી જોઈએ અને જાતિ હિંસાને કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડવી જોઈએ નહીં. વિપક્ષ એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે અમારી સરકાર દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હતી, પરંતુ મણિપુરમાં નાગા-કુકી સંઘર્ષ 1993 થી 1998 સુધી 5 વર્ષ સુધી ચાલ્યો, જેમાં 750 લોકો માર્યા ગયા. આગામી 10 વર્ષ સુધી નાના હુમલાઓ ચાલુ રહ્યા. 1993 થી 1998 સુધી થયેલા નાગા-કુકી સંઘર્ષમાં 750 લોકોના મોત થયા હતા. 1997-98ના કુકી-મૈતઈ સંઘર્ષમાં 352 લોકો માર્યા ગયા, 50થી વધુ ગામડાઓ બળીને ખાખ થઈ ગયા અને 40,000 લોકો વિસ્થાપિત થયા. તે જ સમયે, 1993માં મેઈતેઈ-પંગલ સંઘર્ષમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા.
હિંસા ફાટી નીકળી પણ તરત જ કાબુમાં આવી, અમારું માનવું છે કે અમારા શાસનકાળ દરમિયાન આવી ઘટનાઓ ન બનવી જોઈએ, પરંતુ એક કમનસીબ નિર્ણયને કારણે હિંસા ફાટી નીકળી, જેને તરત જ કાબુમાં લેવામાં આવી. વિપક્ષ કહી રહ્યું છે કે મણિપુરમાં હિંસા પહેલીવાર થઈ છે અને અમારી સરકાર નિષ્ફળ ગઈ છે. તે જ સમયે, પાછલી સરકારોના શાસનકાળ દરમિયાન, મોટી હિંસા 10 વર્ષ, 3 વર્ષ અને 6 મહિના સુધી ચાલી હતી. તે ઘટનાઓ પછી તત્કાલીન સરકારના કોઈ નેતા, ગૃહમંત્રી પણ નહીં, તે સ્થળની મુલાકાત લીધી.
ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી 6 વર્ષ સુધી કોઈ હિંસા થઈ નથી, 2017માં ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી, મણિપુરમાં 6 વર્ષ સુધી કોઈ જાતીય હિંસા થઈ નથી. અગાઉ, દર વર્ષે સરેરાશ 212 દિવસ બંધ અને વિરોધ પ્રદર્શન થતા હતા. 2017 પહેલા, મણિપુરમાં 1,000થી વધુ એન્કાઉન્ટર થયા હતા, જેની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી.સંસદે શુક્રવારે (ચોથી એપ્રિલ) વહેલી સવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો બંધારણીય ઠરાવ પસાર કર્યો.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, બે મહિનાની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરતો બંધારણીય ઠરાવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ચર્ચા અને પસાર માટે રજૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, હિંસાગ્રસ્ત મણિપુરમાં 13મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે લગભગ 4 વાગ્યે ઉપલા ગૃહે ધ્વનિમત દ્વારા ઠરાવ પસાર કર્યો. લોકસભા તેને પહેલાથી જ પસાર કરી ચૂકી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું કે, ‘મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ રાજ્યપાલે ધારાસભ્યો સાથે ચર્ચા કરી અને બહુમતી સભ્યોએ કહ્યું કે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. ત્યારબાદ કેબિનેટે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધી.’
મણિપુરની વસતી લગભગ 38 લાખ છે. અહીં ત્રણ મુખ્ય સમુદાયો છે જેમાં મૈતઈ, નાગા અને કુકીનો સમાવેશ થાય છે આ તમામ સમુદાય હિંદુ છે. એનગા-કુકી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે. એસટી કેટેગરીમાં આવે છે. તેમની વસતી લગભગ 50% છે. રાજ્યના લગભગ 10% વિસ્તારમાં ફેલાયેલી ઇમ્ફાલ ખીણમાં મૈતઈ સમુદાયનું વર્ચસ્વ છે. નાગા-કુકીની વસતી લગભગ 34 ટકા છે. આ લોકો રાજ્યના લગભગ 90% વિસ્તારમાં રહે છે. વિવાદની શરૂઆતની વાત કરીએ તો મૈતઈ સમુદાયની માગ છે કે તેમને પણ આદિજાતિનો દરજ્જો આપવામાં આવે. સમુદાયે આ માટે મણિપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સમુદાયની દલીલ એવી હતી કે મણિપુર 1949માં ભારતમાં ભળી ગયું હતું. તે પહેલા તેમને માત્ર આદિજાતિનો દરજ્જો
મળ્યો હતો.
આ પછી હાઈકોર્ટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે, મૈતઈને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવામાં આવે. મૈતઈ જાતિનું માનવું છે કે વર્ષો પહેલા તેમના રાજાઓએ મ્યાનમારથી કુકીઓને યુદ્ધ લડવા માટે બોલાવ્યા હતા. તે પછી તેઓ કાયમી રહેવાસી બની ગયા. આ લોકોએ રોજગાર માટે જંગલો કાપ્યા અને અફીણની ખેતી શરૂ કરી. જેના કારણે મણિપુર ડ્રગ સ્મગલિંગનું ત્રિકોણ બની ગયું છે. આ બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે. તેણે નાગા લોકો સામે લડવા માટે એક શસ્ત્ર જૂથ બનાવ્યું.
નાગા અને કુકીઓ મૈતઈ સમુદાયને અનામત આપવાની વિરુદ્ધ છે. તેઓ કહે છે કે રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકો પહેલેથી જ મૈતઈ પ્રભુત્વ ધરાવતી ઇમ્ફાલ ખીણમાં છે. આવી સ્થિતિમાં જો મૈતઈને એસટી કેટેગરીમાં અનામત મળશે તો તેમના અધિકારોનું વિભાજન થશે. મણિપુરના રાજકીય સમીકરણની વાત કરીએ તો મણિપુરના 60 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો મૈતઈ અને 20 ધારાસભ્યો નાગા-કુકી જનજાતિના છે. અત્યાર સુધી 12 માંથી માત્ર બે સીએમ આદિજાતિમાંથી આવ્યા છે.
