કોર્પોરેશનમાં રજૂઆત કરી હોવા છતાં કુતરાઓને પકડવામાં નહિ આવતા હોવાના આક્ષેપ
નાના બાળકોને સ્કૂલમાં ,ક્લાસમાં જવા આવવા સહિત બહાર રમવા માટે હાલાકી

( પ્રતિનિધિ )વડોદરા,તા.3
વડોદરા શહેરમાં ફરી એક વખત રખડતા કુતરાઓનો આતંક સામે આવ્યો છે. રાવપુરા કાપડી પોળ રાણાવાસમાં કૂતરાઓ લોકોની પાછળ ભાગી રહ્યા છે. કેટલાકને બચકા પણ ભર્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
વડોદરા : રાવપુરા કાપડીપોળ રાણાવાસમાં શેરી કુતરાઓનો આતંક જોવા મળ્યો છે અહીંથી પસાર થતાં નાગરિકોની પાછળ દોડી રહ્યા છે. તેમજ બચકા ભરી રહ્યા છે.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.નાના બાળકો પણ રમવા બહાર નીકળી શકતા નથી.આ મામલે કોર્પોરેશનમાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોર્પોરેશનમાંથી કુતરા પકડવા માટે કોઈ કર્મચારીઓ આવ્યા નથી.જેના કારણે દરરોજ આ કૂતરાઓ લોકોને હેરાન પરેશાન કરી મૂકે છે.નાના બાળકો પણ સ્કૂલમાં કે ટ્યુશનમાં જતા હોય ત્યારે એમની પાછળ પણ દોડે છે તેમ સ્થાનિક રહેશે જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા પણ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો હતો. અનેક લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હતા. જોકે અનેક રજુઆત બાદ પણ કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવતા આજે પણ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
