Vadodara

વડોદરામાં માઘવપુર ઘેડ મેળામાં એકથી દસ એપ્રિલ દરમિયાન 400 કલાકારો એકઠા થશે

ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કલાકારો સાથે કલેકટરની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન



વડોદરામાં આગામી તા.6-4-2025 થી તા.10-4-205 દરમ્યાન ગુજરાત સરકાર ગુજરાત ટુરિઝમ અને યુવા અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા આયોજિત થનાર માધવપુરના મેળાના ઉપલક્ષમા ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં પ્રી ઇવેન્ટનું આયોજન કરાયું છે. વડોદરા ખાતે અકોટા સ્ટેડિયમ ખાતે પ્રતીકાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હોઈ સોમવારે વડોદરા શહેરના વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા કલાકારો સાથે મેયર, ડે. મેયર, મ્યુનિ.કમિશનર, કલેકટરની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિનો સમન્વય છે. પાંચ દિવસનો લોકમેળો ભરાય છે. માધવરાયનો મેળો (માઘવપુર ઘેડ) માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા વિશ્વભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતીક સમા પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આ લોકમેળામાં દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે. આ વર્ષે તા.6-4-2025 થી તા.10-04-2025 દરમ્યાન ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન સંપૂર્ણ વિધિ વિધિવત રીતે ઉજવાય છે. ભીષ્મક રાજાના વંશજો મિષ્મી જાતિના લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત ઉત્તર પૂર્વી ભારતના 8 રાજ્યોના 800 કલાકારો દ્વારા વિવિધ પ્રાદેશિક લોક નૃત્ય ભજવવામાં આવનાર છે સાથે 800 જેટલા ગુજરાતી કલાકારો દ્વારા પણ સાંસ્કૃતિક કલા પ્રદર્શિત કરવામાં આવનાર છે.આ મેળામાં કચ્છથી મેર જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ ભગવાન કૃષ્ણની જાનમા લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે. ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયુ, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો આવે છે. આ મેળા માટેનું એક ગીત માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન જાણીતું છે, જે ગુજરાતમાં વિવાહ સમયે લગ્નગીત તરીકે પણ ગવાય છે.

વધુમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “સ્વર્ણિમ ભારત : વિરાસત ઓર વિકાસ” સૂત્રને ચરિતાર્થ કરવા સમગ્ર ગુજરાતમા ઉત્સાહ પૂર્વક ઉજવણી માટે સુરત, વડોદરા,અમદાવાદ દેવભૂમિ દ્વારકા વગેરે સ્થળોએ પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
માધવપુર ધેડ મેળો-2025 અંતગર્ત વડોદરા ખાતે ખાતે તા.02-04-2025 ને બુધવારના રોજ સાંજે 6-00 કલાક અકોટા સ્ટેડિય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભારત દેશના ઉતરપૂર્વીય રાજ્યો માંથી આવેલા 200 કલાકારો તથા ગુજરાતના સ્થાનિક 200 કલાકારો એમ કુલ 400 કલાકારો દ્વારા વિવિધ લોક નુત્યોની ભવ્ય રજૂઆત કરવામાં આવનાર છે.

Most Popular

To Top